પશ્ચિમ રેલવેની ૫ વધુ વિશેષ ટ્રેનોના ચલાવવાના સમયમાં સુધારો

0
25
Share
Share

રાજકોટ,તા.૨

પશ્ચિમ રેલવેની વિવિધ તહેવાર સ્પેશીયલ અને અન્ય વિશેષ ટ્રેનોના ઓરીજીનેટિંગ/ટર્મિનેટિંગ સમયને ડીસેમ્બર, ૨૦૨૦ ની અલગ અલગ તારીખોથી બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર ૦૯૧૧૧/૦૯૧૧૨ વલસાડ-હરદ્વાર તેમજ ટ્રેન નંબર ૦૨૯૧૯/૦૨૯૨૦ ડો. આંબેડકર નગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્પેશીયલ અગાઉ જણાવવામાં આવેલ સુધારેલા સમયને બદલે પોતાના નિર્ધારિત સમય મુજબ જ ચાલશે. ટ્રેન નંબર ૦૨૯૪૫ મુંબઈ સેન્ટ્રલ-ઓખા સુપરફાસ્ટ સ્પેશીયલ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન ઉપરથી ૨ ડીસેમ્બર, ૨૦૨૦ થી ૨૧.૦૫ વાગ્યે નીકળશે. ટ્રેન નંબર ૦૯૦૨૮ બાંદ્રા ટર્મિનસ – જમ્મુ તાવી સ્પેશીયલ ટ્રેન ૧૫.૨૫ વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. એક અન્ય મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર ટ્રેન નંબર ૦૯૧૧૬/૦૯૧૧૫ ભુજ-બાંદ્રા ટર્મિનસ-ભુજ સ્પેશીયલ ટ્રેનને ક્રમશઃ ૧ અને ૨ ડીસેમ્બર, ૨૦૨૦થી સુપરફાસ્ટમાં બદલી નાખવામાં આવી છે. એટલા માટે, પહેલાથી બુક કરાયેલ ટીકીટોનાં ભાડામાં રહેલ તફાવત મુસાફરો પાસેથી વસૂલ કરવામાં આવશે. જેના માટે જરુરી રેલવે અધિકારીયોની નિમણૂંક કરવામાં આવેલ છે.

પશ્ચિમ રેલવેનાં મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા બહાર પડાયેલ એક પ્રેસ જાહેરાત મુજબ, પશ્ચિમ રેલવેની ૫ વધુ વિશેષ ટ્રેનોને ચલાવવાના સમયમાં ડીસેમ્બર, ૨૦૨૦ની અલગ અલગ તારીખોથી સુધારો કરવામાં આવેલ છે,

જેનું વર્ણન પશ્ચિમ રેલવેનાં સ્ટેશનો ઉપર નિર્ધારિત રોકાણો સાથે નીચે આપવામાં આવી રહ્યું છે : –

૧). અમદાવાદ – પૂરી વિશેષ (પ્રતિદિવસ)

૦૮૪૦૬ વિશેષ ટ્રેન ૪ ડીસેમ્બર, ૨૦૨૦થી અમદાવાદથી ૧૯.૦૦ વાગ્યે પ્રસ્થાન કરશે અને ત્રીજા દિવસે ૦૬.૫૫ વાગ્યે પહોંચશે. આ જ પ્રકારે, ૦૮૪૦૫ વિશેષ ટ્રેન ૨ ડીસેમ્બર, ૨૦૨૦ ના રોજ પૂરી થી ૧૯.૨૦ વાગ્યે રવાના થશે અને ત્રીજા દિવસે ૦૬.૩૫ વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન પશ્ચિમ રેલવેનાં નંદુરબાર, સુરત, ભરુચ, વડોદરા અને આણંદ સ્ટેશનો ઉપર રોકાશે.

૨). ઈન્દોર-દૌંડ સુપર ફાસ્ટ વિશેષ (ત્રિ-સાપ્તાહિક)

૦૨૯૪૪ વિશેષ ટ્રેન ૪ ડીસેમ્બર, ૨૦૨૦ થી ઇન્દોર થી ૧૬.૩૦ વાગ્યે રવાના થશે અને બીજા દિવસે ૧૦.૨૦ વાગ્યે દૌંડ પહોંચશે. ૦૨૯૪૩ વિશેષ ટ્રેન ૫ ડીસેમ્બર, ૨૦૨૦ નાં રોજ દૌંડ થી ૧૪.૦૦ વાગ્યે રવાના થશે

અને બીજા દિવસે ૦૮.૩૦ વાગ્યે ઇન્દોર પહોંચશે. આ ટ્રેન પશ્ચિમ રેલવેનાં દેવાસ, ઉજ્જૈન, નાગદા, રતલામ, મેઘનગર, દાહોદ, ગોધરા, વડોદરા, સુરત અને વસઈ રોડ સ્ટેશનો ઉપર રોકાશે.

૩). જામનગર – તિરુનેલવેલી વિશેષ (દ્વિ સાપ્તાહિક)

૦૯૫૭૮ વિશેષ ટ્રેન ૪ ડીસેમ્બર, ૨૦૨૦ નાં રોજ જામનગરથી ૨૧.૨૦ વાગ્યે રવાના થશે અને ત્રીજા દિવસે ૧૮.૨૦ વાગ્યે દૌંડ પહોંચશે. ૦૯૫૭૭ વિશેષ ટ્રેન ૭ ડીસેમ્બર, ૨૦૨૦ નાં રોજ તિરુનેલવેલી થી ૦૭.૪૦ વાગ્યે રવાના થશે

અને ત્રીજા દિવસે ૦૪.૨૫ વાગ્યે તિરુનેલવેલી પહોંચશે. આ ટ્રેન પશ્ચિમ રેલવેનાં રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વાપી, બોઈસર અને વસઈ રોડ સ્ટેશનો ઉપર રોકાશે.

૪). વડોદરા -વારાણસી સુપર ફાસ્ટ વિશેષ (સાપ્તાહિક)

૦૯૧૦૩ વિશેષ ટ્રેન ૮ ડીસેમ્બર, ૨૦૨૦ નાં રોજ થી પ્રત્યેક મંગળવારે વડોદરા થી ૨૦.૪૫ વાગ્યે રવાના થશે અને બીજા દિવસે ૨૩.૧૦ વાગ્યે વારાણસી પહોંચશે. ૦૯૧૦૪ વિશેષ ટ્રેન ૧૦ ડીસેમ્બર, ૨૦૨૦ થી પ્રત્યેક ગુરુવારે વારાણસીથી ૦૫.૨૫ વાગ્યે રવાના થશે

અને બીજા દિવસે ૦૭.૨૦ વાગ્યે વડોદરા પહોંચશે. આ ટ્રેન પશ્ચિમ રેલવેનાં ભરુચ, સુરત, નંદુરબાર અને અમલનેર સ્ટેશનો ઉપર રોકાશે.

૫). ઓખા – પુરી વિશેષ (સાપ્તાહિક)

૦૮૪૦૨ વિશેષ ટ્રેન ૯ ડીસેમ્બર, ૨૦૨૦ થી ઓખાથી ૧૮.૪૦ વાગ્યે રવાના થશે અને ત્રીજા દિવસે ૧૮.૧૫ વાગ્યે પુરી પહોંચશે. ૦૮૪૦૫ વિશેષ ટ્રેન ૬ ડીસેમ્બર, ૨૦૨૦ નાં રોજથી પુરીથી ૦૯.૫૦ વાગ્યે રવાના થશે અને ત્રીજા દિવસે ૧૦.૨૦ વાગ્યે ઓખા પહોંચશે.

આ ટ્રેન પશ્ચિમ રેલવેનાં દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, વડોદરા, સુરત અને નંદુરબાર સ્ટેશનો ઉપર રોકાશે.

મુસાફરો અપેક્ષિત વિશેષ ટ્રેનોનાં હોલ્ટ સ્ટેશનો ઉપર નિર્ધારિત આગમન/પ્રસ્થાન સમયની વિગતવાર જાણકારી enquiry.indianrail.gov.in ઉપર મેળવી શકે છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here