કોલકાતા,તા.૨૦
કોલકાતા પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે ૨૫ ફેબ્રુઆરી સુધીમાં રાજ્યમાં સીઆરપીએફ ટીમને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. જેમાંથી સીઆરપીએફની બાર ટીમ આજે કોલકાતા પહોંચશે. સીએપીએફની ટીમને પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા મોકલવામાં આવી છે.
ચૂંટણી પંચે શુક્રવારે પશ્ચિમ બંગાળમાં ૨૪,૦૦૦ મતદાન અધિકારીઓને તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યુ હતું. પશ્ચિમ બંગાળની ૨૯૪ સભ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એપ્રિલ-મેમાં યોજાવાની છે. પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા અંગે રાજકીય પક્ષો વચ્ચે આક્ષેપો થયા છે. જેથી આવી સ્થિતિમાં ચૂંટણી પંચ સીક્યુરીટી તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.
જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા ચાલી રહેલા રાજકિય લડાઇ હવે કાયદાકિય લડાઇમાં ફેરવાઇ રહી છે. પષ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સામે માનહાનિનો કેસ નોંધાવ્યો છે. આ કેસની સુનવણી દરમિયાન એમપી-એમએલએની સ્પેશિયલ કોર્ટ દ્વારા અમિત શાહને ૨૨ ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં હાજર થવા માટેનું સમન આપવામાં આવ્યું છે.