પશ્ચિમ બંગાળમાં ભાજપ પ્રદેશ પ્રમુખ દિલિપ ઘોષ પર હુમલો

0
18
Share
Share

કલકત્તા,તા.૧૨

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તે પહેલા જ મોટા પાયે રાજકીય હિંસા શરુ થઈ ચુકી છે.આજે પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો.

ભાજપ અધ્યક્ષ દિલિપ ઘોષ પર અલીપુરદ્વાર વિસ્તારમાં હુમલો કરાયો હતો.તેઓ એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા.જોકે હુમલો થયો તે જ વખતે તેમની કાર સ્હેજ આગળ નિકળી ગઈ હતી અને એ પછીના વાહનને હુમલામાં નુકસાન થયુ હતુ.જે ધારાસભ્ય વિલ્સન ચંપામારીનુ હતુ.

ભાજપે આ હુમલા માટે ગોરખા જનમુક્તિ મોરચાના વિમલ ગુરુંગ ગુટને જવાબદાર ઠેરવ્યુ છે.જાણકારી પ્રમાણે દિલિપ ઘોષ જે રસ્તે પાછા ફરી રહ્યા હતા ત્યાં વિમલ ગુરંગના જૂથના કાર્યકરો દેખાવો કરી રહ્યા હતા.તેમણે દિલિપ ઘોષના કાફલાને કાળા ઝંડા બતાવ્યા હતા.જ્યારે કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે આ કાર્યકરોએ પથ્થમારો શરુ કરી દીધો હતો.જોકે દિલિપ ઘોષનો સ્હેજ માટે બચાવ થયો હતો.

ભાજપે આ હુમલા માટે મમતા બેનરજીની સરકારને જવાબદાર ઠેરવીને કહ્યુ છે કે, હવે મમતા બેનરજીને હારનો ડર સતાવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, દાર્જિલિંગમાં અલગ ગોરખા લેન્ડની માંગણીને લઈને ચાલી રહેલા આંદોલન દરમિયાન ગોરખા જનમુક્તિ મોરચા અસ્તિત્વમાં આવ્યુ છે.જે ભાજપ સાથે ગઠબંધન પણ કરી ચુક્યુ છે.જેના કારણે ૨૦૦૯માં લોકસભા ચૂંટણીમાં ભાજપના જસવંતસિંહ દાર્જિલિંગ લોકસભા બેઠક પરથી જીતવામાં સફળ રહ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here