પશુ પરિવહન માટે વેબીનારમાં કાયદાની સમજ અપાશે

0
15
Share
Share

રાજકોટ, તા.૨

દરેક જીવદયા પ્રેમીઓને પશુ પરિવહન સંબંધિત કાયદાની સમજ આપવા આજે સાંજે ૬.૦૦ વાગ્યે યુ ટયુબના માઘ્યમથી વેબીનારનુ આયોજન કરવામાં આવ્યું છે.

આ જાણકારી યુ-ટયુબ લાઈવ મારફતે લિંક દ્વારા લાઈવ સેમિનારના માઘ્યમથી આપવામાં આવશે આ માટે લિંક  કિલક કરવાની રહેશે. આ વેબિનાર હિન્દી અને અંગ્રેજી ભાષામાં આપવામાં આવશે જેની નોંધ લેવા વિનંતી.

કાયદા અનુસાર કોઈપણ વાહન કે જે પ્રાણીઓની પરિવહન કરે છે તે પ્રાણીઓના પરિવહન માટે વાહનમાં રજીસ્ટર રાખવુ જરૂરી છે અને એમાં લઈ જવાતા પશુઓની નોંધણી કરવી આવશ્યક છે. વાહનના પ્રાણીઓની સંખ્યા નિશ્ચિત અને તે જ સંખ્યામાં કાયદામાં માન્ય એટલા જ પ્રાણીઓ વાહનમાં લઈ જવામાં આવે છે એમાં પુરતો ઘાસચારો ખાવાપીવાનુ વગેરેની વ્યવસ્થા અને પશુઓની સારસંભાળ રાખનાર એક વ્યક્તિ પણ વાહનમાં સાથે હોવી જરૂરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here