પશુ ચિકિત્સા ક્ષેત્રે સરકારનો સંવેદનાસભર નિર્ણય: આટકોટ-સુપેડી ગામે બે મોબાઇલ પશુ દવાખાનાની થયેલ ફાળવણી

0
14
Share
Share

રાજકોટ, તા. ૨૬

ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ રાજ્યના ગ્રામીણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા નિઃશુલ્ક પશુ સારવાર મળી રહે તેવા શુભઆશયથી  મોબાઇલ પશુ દવાખાનાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જે અન્વયે  રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ અને ધોરાજી તાલુકાના સુપેડી ગામ ખાતે કુલ બે મોબાઇલ પશુ દવાખાનાની ફાળવણી કરવામાં આવી છે, જેનો લોકાર્પણ સમારોહ રાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે માણસને બચાવવા જેમ ૧૦૮ એમ્બ્યુલન્સ છે તેમ હવે પશુઓની સારવાર માટે રાજય સરકારે ૧૯૬૨ મોબાઇલ વાન શરુ કરી છે. જેનાથી આપણા પશુપાલકોને ઘરે બેઠા જ બીમાર પશુઓના રોગોના નિદાન-સારવાર અને ઓપરેશન કરવાની સુવિધા આપવામાં આવશે. આ સગવડથી અનેક પશુઓનું જીવન બચી શકશે અને પશુઓને લાંબુ અને નિરોગી આયુષ્ય પ્રાપ્ત થશે. પશુ ચિકિત્સાક્ષેત્રે રાજય સરકારે લીધેલા સંવેદનાસભર નિર્ણયથી ગુજરાતની પશુપાલન પ્રવૃતિ ફુલશે-ફાલશે. પશુપાલકો સમૃધ્ધ બનશે. હજુ પણ બીજા ૧૪ મોબાઇલ પશુ દવાખાના રાજકોટ જિલ્લાને પ્રાપ્ત થશે. તેમ ધારાસભ્ય પટેલે ઉમેર્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here