મોરબી: પશુઓની ઘરે જ સારવાર-નિદાન-ઓપરેશન કરાશે

0
35
Share
Share

મોરબી જિલ્લાના ભરતનગર અને ભલગામે મોબાઇલ પશુ દવાખાનાનું લોકાર્પણ સંપન્ન

મોરબી, તા. ૨૯

ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ રાજ્યના ગ્રામીણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા નિઃશૂલ્ક પશુ સારવાર મળી રહે તેવા શુભઆશયથી મોબાઇલ પશુ દવાખાનાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જે અન્વયે મોરબી જિલ્લાના મોરબી તાલુકાના ભરતનગર અને વાંકાનેર તાલુકાના ભલગામ ખાતે એમ બે મોબાઇલ પશુ દવાખાનાની ફાળવણી કરવામાં આવી છે, જેનો લોકાર્પણ સમારોહ મોરબી ખાતે યોજાયો હતો.જેમાં  જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના હસ્તે રિબિન કાપવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેક્ટર કેતન જોષી, નાયબ પશુપાલન નિયામક ડો. ડી.એ. ભોરણીયા તેમજ જિલ્લા પંચાયતના અધિકારી ઓ તથા પદાધિકારિઓ એ આ મોબાઇલ પશુ દવાખાનાને ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતું.  પરાગ ભગદેવે મોબાઇલ પશુ દવાખાનાની ગાડીની ચાવી આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ડો. ડી.એ. ભોરણીયા નાયબ પશુપાલન નિયામક, મદદનીશ પશુપાલન નિયામક સહિતના અધિકારી-પદાધિકારીઓ હાજર રહેલ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here