પલસાણા રેલ્વે ટ્રેક પાસેથી ઝાડીમાંથી અજાણી મહિલાની લાશ મળી

0
17
Share
Share

તબીબી તપાસમાં મહિલા પર દુષ્કર્મ થયું હોવાની આશંકા

સુરત,તા.૧૩

હાથરસની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, તેવા સમયે સુરતમાં યુવતી સાથે બનેલી એક ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના પલસાણાના ગંગાધરાના ગાંગપુર ગામ નજીકના રેલવે ટ્રેક પાસેની ઝાડીમાંથી એક બિનવારસી ઇજાગ્રસ્ત હાલતમાં મહિલા મળી આવતા તેણીને ૧૦૮ની મદદથી સારવાર માટે સિવિલ ખસેડાય હતી. રેલવે અકસ્માતના કોલ સાથે મહિલાને ગંભીર હાલતમાં લવાતા તબીબો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. તબીબી તપાસમાં મહિલા પર દુષ્કર્મ થયું હોવાની આશંકા બાદ તેણીને દાખલ કરી દેવાઈ હતી. તબીબોની તપાસમાં મહિલાના હાથ-પગે ફ્રેક્ચર અને હોઠ પણ કપાયેલી હાલતમાં હતા.

૧૦૮ના કર્મચારીએ જણાવ્યું હતું કે, કોલ ટ્રેન અકસ્માતનો હતો. ઘટના સ્થળે ગયા બાદ મહિલા બેભાન અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં ઝાડીઓ વચ્ચે પડી હતી. ગુપ્તભાગે લોહી નીકળતી હાલતમાં મહિલાને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. મહિલાના હાથે પગે ફ્રેક્ચર અને મોઢા પર ગંભીર ઇજાઓ દેખાય રહી હતી. ઘટનાની ગંભીરતાને લઈ પલસાણા અને રેલવે પોલીસ બન્નેને જાણ કરાઈ હતી.

ગામવાસીઓ જણાવ્યું હતું કે, ઇજાગ્રસ્ત મહિલા ગાંગપુર ગામમાં રખડતું જીવન જીવતી હોવાનું લોકોએ જોયું છે. એટલું જ નહીં પણ માનસિક બીમાર મહિલાને કોઈએ પોતાની હવસનો શિકાર બનાવી રેલવે ટ્રેક નજીકની ઝાડીઓમાં ફેંકી દીધી હોય એ વાતને પણ નકારી નહીં શકાય. જોકે, સિવિલના કેટલાક મેડિકલ ઓફિસરે પણ મહિલા માનસિક બીમાર લાગી રહી હોવાનો અભિપ્રાય આપ્યો છે. જોકે, હાલ મહિલા હોસ્પિટલમાં દાખલ અને ગાયનેક અને માનસિક વિભાગના ડોક્ટરોના સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here