પર્યાવરણ સુરક્ષાથી જીવનની સુરક્ષા

0
32
Share
Share

પર્યાવરણની સુરક્ષા મારફતે જ માનવ જીવનની સુરક્ષા કરી શકાય છે અને પર્યાવરણની સુરક્ષા માટે વન્ય વિસ્તારો અને પહાડોનુ અસ્તિત્વ રહે તે ખુબ જરૂરી છે. પર્યાવરણની સુરક્ષા માટે વન્ય વિસ્તારોની સુરક્ષા આધુનિક શહેરીકરણની પ્રક્રિયા વચ્ચે ખુબ જરૂરી બની ગઇ છે. આ બાબત હવે પડકારરૂપ પણ બની ગઇ છે. જો કે આ ક્ષેત્રમાં ગંભીરતાપૂર્વક કામ કરવાની જરૂર દેખાઇ રહી છે. તમામ લોકો સાથે આવે તો જ આ બાબતના સારા પરિણામ મળી શકે છે. હાલના સમયમાં દરરોજ વૃક્ષોને આડેધડ રીતે કાપવામાં આવી રહ્યા છે. જેના કારણે વન્ય વિસ્તારો મર્યાદિત થઇ રહ્યા છે. સાથે સાથે વન્ય વિસ્તારો ઘટી રહ્યા છે. પર્યાવરણ બિનસુરક્ષિત થવાના કારણે તેની માઠી અસર મોનસુન પર થઇ રહી છે. આજે કમૌસમી વરસાદ પડવાના કારણે કૃષિ કાર્ય પર માઠી અસર થઇ રહી છે. પર્યાવરણને સુરક્ષિતચ બનાવી રાખવા માટે વિવિધ પગલા લેવામાં આવે છે. આ હેતુથી જ પર્યાવરણ દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે. પર્યાવરણની સુરક્ષા સાથે જ માનવ જીવની સુરક્ષા કરી શકાય છે. વન્ય વિસ્તારોને સતત ઘટાડી દેવાના પ્રયાસોને રોકવાની જરૂર દેખાઇ રહી છે. શહેરીકરણના કારણે વન્ય વિસ્તારો સતત સંકુચિત બનતા જઇ રહ્યા છે. વન્ય વિસ્તારોની સુરક્ષા, સંરક્ષણ અને વૃક્ષારોપણ પર ખાસ ધ્યાન આપવામાં આવે તે સમયની માંગ છે. વન્ય વિસ્તારોની સુરક્ષા સાથે સંબંધિત વિભાગો હરિયાળી મિશન હેઠળ કામ કરી રહી છે. ખેડુતો દ્વારા પણ મોટા પાયે વૃક્ષારોપણ પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે જરૂરી છે. પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ કાર્યક્રમ પણ મોટા પાયે સતત હાથ ધરવાની જરૂર હોય છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે વન્ય ભૂમિ અને વૃક્ષોના પડછાયા માતાના ખોળા સમાન હોય છે. જેથી વન્યને સુરક્ષિત કરવા અને તેના જતન માટેની તમામની જવાબદારી રહેલી છે. પર્યાવરણની સુરક્ષા જીવનના મહત્વપૂર્ણ કર્તવ્ય સમાન છે. વન્ય જ જીવન છે અને વન્યની સુરક્ષા કરીને જ માનવ જીવની સુરક્ષા સફળ રીતે કરી શકાય છે. વન્ય વિસ્તારો જ જીવન છે તે સિદ્ધાંત પર આગળ વધીને તેમજ તેને અપનાવીને લોકો સુખી રહી શકે છે. વન્ય વિભાગો વન્ય વિસ્તારોની સુરક્ષાને લઇને ચોક્કસપણે ગંભીર અને સાવધાન છે પરંતુ હજુ આ દિશામાં વધારે પગલા લેવાની જરૂર દેખાઇ રહી છે. સામાન્ય લોકોની ભાગીદારી આમાં સૌથી નિર્ણાયક બની શકે છે. પર્યાવરણને શુદ્ધ બનાવી રાખવા માટે વૃક્ષારોપણ સૌથી મહત્વર્ણ બને છે. લીલાછમ રહેતા વૃક્ષોની કાપણી ક્યારેય કરવી જોઇઉએ નહીં. સાફ સફાઇ પર નિયમિત રીતે ધ્યાન આપવાની પણ જરૂર છે. પોલિથીન ઉપયોગ પર નિયત્રંણ કરવા માટે પણ વિવિધ પગલાને અપનાવવાની જરૂર છે. આ તમામ પગલાને લઇને લોકો સચેત બને તે જરૂરી છે. સમાજના અગ્રણી લોકો આ દિશામાં આગળ આવે તો વધારે શાનદાર કામ થઇ શકે છે. અમારી આસપાસના વિસ્તારોમાં હવા, પાણી અને વાતાવરણ હોય છે. પર્યાવરણની હાલત આજે દિન પ્રતિદિન ખરાબ થઇ રહી છે. જેના પરિણામ પણ આવવા લાગી ગયા છે. અસામાન્ય ચીજો હવે જોવા મળી રહી છે. કુદરતી હોનારત થઇ રહી છે. કોઇ સમય એક સાથે વધારે વરસાદ પડે છે. જ્યારે કેટલીક વખત ભીષણ ગરમી પડે છે. આ તમામ બાબતો પર્યાવરણની સાથે જોડાયેલી છે. ગ્લોબલ વોર્મિંગ આજે ચિંતાજનક બાબત સમગ્ર વિશ્વ માટે બની ચુકી છે. પૃથ્વી પર જે ચીજોનો ઉપયોગ અમે હાલમાં કરી રહ્યા છીએતેના કારણે તાપમાનમાં ક્રમશ વધારો થઇ રહ્યો છે. તાપમાનમાં વધારો થવા માટે કેટલાક કારણો રહેલા છે તે પૈકી સૈૌથી પ્રથમ કારણ ફેક્ટરીઓમાંથી નિકળનાર ધુમાડાની સ્થિતી છે. અમે તેને રોકી શકવાની સ્થિતીમાં નથી પરંતુ તેને જરૂરિયાતો મુજબ ચોક્કસપણે બદલી શકાય છે. ઘરમાં દિવસના સમયમાં લાઇટનો ઉપયોગ ઓછો કરવામાં આવે તે જરૂરી છે. જો કોઇ રૂમમાં અંધારાની સ્થિતી રહે છે તો બારી ખોલી નાંખવાની જરૂર હોય છે. જેથી રૂમમાં રોશની આવી શકે છે. ઘરના તમામ રૂમમાં વીજળીથી ચાલતા સાધનોને બહાર જતી વેળા બંધ રાખવામાં આવે તો તેના કારણે પણ ફાયદો થાય છે. આનાથી વીજળીના બિલમાં કાપ રહેશે. સાથે સાથે વીજળી બનાવવામાં ઉપયોગી કોલસાનો ઉપયોગ પણ ઘટી જશે. પૃથ્વીના તાપમાનને નીચે લાવવામાં આના કારણે ફાયદો થશે. ભાવિ સમસ્યાને રોકવા માટે પર્યાવરણ સુરક્ષા જરૂરી છે.

પ્લાસ્ટિક થેલીથી વધુ નુકસાન

હાલમાં જ કરવામાં આવેલા જુદા જુદા અભ્યાસ અને સર્વેમાં આ બાબત નિકળીને બહાર આવી છે કે પ્લાસ્ટિકની થેલીઓ શહેરોમાં સૌથી વધારે પ્રદુષણ ફેલાવે છે. જુની કપડાની બનેલી થેલીનો ઉપયોગ કરવાથી વધારે ફાયદો થાય છે. કપડાની બનેલી થેલી વારંવાર ઉપયોગમાં આવે છે જેથી તેના પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. રિ યુઝને પ્રાથમિકતા આપવામાં આવે તો પર્યાવરણને અસરકારક રીતે પ્રદુષિત થતા બચાવી લેવામાં મદદ મળે છે. પ્લાસ્ટિક થેલીઓ શહેરોમાં વધારે પ્રમાણમાં પ્રદુષણ ફેલાવે છે. કોઇ પણ જુની ચીજને ફેંકી દેતા પહેલા તેનો ફરીવાર ઉપયોગ કરવામાં આવી શકે છે કે કેમ તે માટે ધ્યાન આપવા અને વિચારણા કરવાની જરૂર હોય છે. કોઇ પણ જુની વસ્તુ ને રિસાયકલિંગ કરીને નવી વસ્તી બનાવવામાં ઉર્જાનો ઉપયોગ થાય છે. જેથી રિયુઝ વધારે સારી બાબત બાબત છે. પર્યાવરણની સુરક્ષા માટે એક કામ એ પણ છે કે દરેક વ્યક્તિ એક એક છોડ લગાવીને તેની સુરક્ષાની જવાબદારી સ્વીકારે તે જરૂરી છે. વીજળીના બિલમાં કાપ કઇ રીતે મુકી શકાય છે તે દિશામાં પહેલ કરી શકાય છે. રૂમમાં બેના બદલે એક લાઇટથી ચલાવવા માટેના પ્રયાસ કરવાથી લાભ થાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here