પરિવાર સાથે વતન અંબાલા જઈ રહેલા યુવકને પોલીસે કરી મદદ

0
11
Share
Share

અમદાવાદ,તા.૨૯

કોરોનાને કારણે શ્રમિક લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે. આજ કારણે લાખોની સંખ્યામાં ગુજરાતમાંથી શ્રમિકો પોતાના વતન ચાલ્યા ગયા છે. ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રમિકો રોજગારી માટે આવે છે. આ જ રીતે અંબાલાનો રહેવાસી શકલદીપ પોતાની માતા અને બહેન સાથે સુરતમાં રોજીરોટી માટે આવ્યો હતો. કામ બંધ થઈ ગયું અને પૈસા ખૂટી જતાં તે સુરતથી ચાલતા જ વતન જવા માટે નીકળી પડ્યો હતો. તે રેલવે ટ્રેક પર ચાલતાં ચાલતાં સુરતથી અમદાવાદ પહોંચી ગયો હતો. અમદાવાદ ખાતે પોલીસકર્મી ઓએ તેની વ્યથા જાણી અને તેમની મદદે આવ્યા હતા. શકલદીપ ચુનો બનાવવનું કામ કરતો હતો. કામકાજ બંધ હોવાના કારણે પગાર મળતો ન હતો.

જ્યાં સુધી પૈસા હતા ત્યાં સુધી ઘરનું ગુજરાત ચાલ્યું પરંતુ પૈસા ખતમ થતા શકલદીપને થયું કે હવે વતન જતા રહીએ. પરંતુ સમસ્યા એ હતી કે વતન જવા માટે ટિકિટ લેવાના રૂપિયા ન હતા, સુરતમાં કોઈએ મદદ પણ ન કરી. શકલદીપ પોતાની માતા અને બહેનને લઈ રેલવેના પાટે પાટે ચાલવા લાગ્યો હતો. સુરતથી ચાલતાં ચાલતાં અમદાવાદ કાલુપુર પહોંચ્યો હતો. જોકે, ટ્રેક નજીક શ્રમિકને ચાલતા જોઈને પોલીસ તેમની પૂછપરછ માટે બોલાવ્યો હતો. જે બાદમાં શકલદીપની વ્યસ્થા સાંભળીને પોલીસ કર્મચારીઓનું હૃદય પીગળી ગયું હતું.

શકલદીપ સુરતથી ચાલીને અમદાવાદ પહોંચ્યો હતો અને આગળ અમદાવાદથી રેલવેના પાટે પાટે અંબાલા જવાનો હતો. કારણ કે તેની પાસે ખાવા કે ટિકિટ લેવા માટેના રૂપિયા ન હતા. આજ કારણે પરિવાર સાથે પાણી પીને રેલવેના પાટાના સહારે વતનની વાટ પકડી હતી. અમદાવાદ રેલવે સ્ટેશન પર જીઆરપીના કર્મચારી અજયસિંહ, ઇકબાલભાઈ મન્સૂરી, હિંમતબભાઈ દેસાઈ સહિતની ટીમ શકલદીપના વ્હારે આવ્યા હતા. સુરતથી ચાલીને આવતા શકલદીપ અને સાથે પોતાની માતા અને બહેનના પગમાં છાલા પડી ગયા હતા. જો પોલીસ કર્મચારીઓ વ્હારે ન આવ્યા હોત તો શકલદીપે અંબાલા સુધી ચાલીને જવું પડ્યું હોત. આ રીતે શકલદીપ માટે પોલીસ ભગવાન બનીને આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here