પરિણીતાએ તેના પતિ અને ભાભીનું અફેર પકડી પાડ્યું

0
15
Share
Share

અમદાવાદના બહેરામપુરાની ઘટના
પરિણીતાનો પતિ તેની જેઠાણીનો પક્ષ લેતો અને કાયમ તેની વાતને પ્રાધાન્ય આપતો હોઈ પત્નીને શંકા ગઈ હતી
અમદાવાદ,તા.૧૬
સામાન્ય કિસ્સામાં કોઈ પરિણીતાના પતિનું બહારની સ્ત્રી સાથે પ્રેમ પ્રકરણ પકડાતું હોય છે. પણ અમદાવાદ શહેરમાં એક એવી ફરિયાદ સામે આવી છે જેમાં પરિણીતાએ તેના પતિ અને ભાભીનું જ અફેર પકડી પાડ્યું છે. સમગ્ર બાબતને લઈને પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. મૂળ મધ્યપ્રદેશની ૩૦ વર્ષીય યુવતી બહેરામપુરા ખાતે રહે છે. તેના લગ્ન વર્ષ ૨૦૧૨માં થયા હતા અને બાદમાં તેણે એક પુત્રને જન્મ પણ આપ્યો હતો જે હાલ છ વર્ષનો છે. લગ્ન બાદ તે તેની સાસરીમાં રહેવા માટે ગઈ હતી. લગ્નના એક વર્ષ બાદ તેની સાસુ તેને ઘરકામ બાબતે ત્રાસ આપતા હતી. તેના ઘરમાં તેની જેઠાણી કોઈ કામ ન કરે તો પણ તેના ઘરના સભ્યો તેને કઈ કહેતા ન હતા અને કંઈ બોલતા ન હતા. આ પરિણીતાનો પતિ પણ તેની જેઠાણીનો પક્ષ લેતો હતો અને કાયમ તેની વાતમાં પ્રાધાન્ય આપતો હતો. જેથી આ પરિણીતાને શંકા ગઈ હતી કે તેના પતિ અને તેની જેઠાણી વચ્ચે આડા સંબંધ છે. જેથી તેના પતિને વાત કરતાં તેના પતિએ તેને ધમકાવી હતી બાદમાં તેને માર પણ મારતો હતો. આ બાબતને લઈને પરિણીતાએ તેના જેઠને વાત કરી તો તેમને પણ અપમાનિત કરી હતી અને ત્રાસ ગુજાર્યો હતો. બાદમાં પરિણીતાએ પિયરમાં આ બાબતની ચર્ચા કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ તેની માતાની તબિયત સારી ન હોવાથી તેણે આ તમામ વાતો મૂંગા મોઢે સહન કરી હતી. લોકડાઉન દરમિયાન પરિણીતા તેના પિયર ગઈ હતી તે દરમિયાન લોકડાઉન હોવાથી તે પરત આવી શકી ન હતી. તે દરમિયાન તેનો પતિ પણ ઉજજૈન ખાતે ગયો હતો અને તેની પત્ની પરત ન આવી શકતા તેને ફોન પર બીજી મળી જશે તેવી ધમકી આપી હતી. આ તમામ બાબતોથી કંટાળીને પરિણીતાએ પોલીસને જાણ કરતાં કાગડાપીઠ પોલીસે પરિણીતાના સાસરીયાઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here