પરિણિતી આઇટમ સોંગ કરશે

0
13
Share
Share

શરૂઆતમાં ઈન્કાર કર્યા બાદ હવે નાના રોલ કરશે

બોલિવુડમા ટકી રહેવા માટે પરિણિતી પણ સંપૂર્ણ તૈયાર

મુંબઇ,તા. ૩૦

કેરિયરની શરૂઆતમાં આઇટમ નંબર કરવા માટેનો સાફ ઇન્કાર કરીને તમામ નિર્માતા નિર્દેશકોને ચોંકાવી દેનાર પરિણિતી ચોપડા હવે આઇટમ નંબર કરવા માટે તૈયાર થઇ છે. તે પોતે આ અંગેની વાત કરી રહી છે. તે વધારે સેક્સી ફિગર મેળવી ચુકી છે. જેથી તે હવે આઇટમ નંબર કરવા ઉત્સુક બની છે. બીજી બાજુ તે સ્પર્ધામાં ટકી રહેવા માંગે છે. તેની પાસે સારી ફિલ્મો આવી રહી છે. જો કે હવે સ્પર્ધા વધારે તીવ્ર બનનાર છે. પરિણિતી ચોપજા બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર પૈકીની એક તરીકે રહી છે. રોહિત શેટ્ટીની ગોલમાલ અગેઇન નામની ફિલ્મમાં તે નજરે પડી હતી. જેમાં તે અજય દેવગનની સાથે હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.  પ્રાપ્ત માહિતી મુજબ પરિણિતી ચોપડા પાસે હાલમાં કેટલાક નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે. પરિણિતી  હવે  આઇટમ સોંગ કરવા માટે પણ તૈયાર છે. તે અન્ય અભિનેત્રીની જેમ આઇટમ સોંગ કરીને વધારે લોકપ્રિયતા મેળવી લેવા માટે તૈયાર છે.   નિર્દેશક રોહિત ધવને પોતાની ફિલ્મ ઢિસુમમા એક આઇટમ સોંગ કરવા માટે પરિણિતીને  અગાઉ કહ્યુ હતુ.  આ સોંગને દેશી અંદાજમા દર્શાવવામાં આવ્યા બાદ તેની બોલબાલા વધી હતી.  પરિણિતી ચોપડા પોતાની કેરિયરને લઉને હવે ગંભીર બની છે. તે પણ પોતાની બહેન પ્રિયંકા ચોપડા સાથે કેટલાક પ્રોજેક્ટમાં કામ કરવા માટે ઇચ્છુકછે. જો કે પરિણીતીએ હોલિવુડ ફિલ્મમાં કામ કરવાને લઇને હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી. બહેન પ્રિયંકા ચોપડા જે રીતે હોલિવુડમાં પણ લોકપ્રિયકા મેળવી રહી છે તેવી જ રીતે પણ ભાષાની મર્યાદામાં રહ્યા વગર કામ કરવા માટે તૈયાર છે. બોલિવુડ ફિલ્મને લઇને હવે તે લોકડાઉનના ગાળામાં વધારે મહેનત  કરી ચુકી છે. બોલિવુડમાં હાલમાં તમામ પ્રકારની કામગીરી બંધ હતી. કોરોના વાયરસ લોકડાઉન બાદ હવે ધીમે ધીમે સ્થિતીમાં સુધારો થઇ રહ્યો છે. કેટલીક ફિલ્મી પ્રવૃતિઓ હવે ફરી એકવાર જોવા મળી રહી છે. મુંબઇમાં હજુ અનેક નિયંત્રણો રહેલા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here