પરશુરામ જયંતિની દેશમાં જાહેર રજા ફરજીયાત કરવા વડાપ્રધાન-મુખ્યમંત્રીને બ્રહ્મ સેનાની રજુઆત

0
20
Share
Share

રાજકોટ, તા.૮

બ્રહ્મસેના દ્વારા આગામી અક્ષય તૃતિયા તા.૨૫/૫ ના રોજ આવે છે અને આ દિવસે ભગવાન પરશુરામનો જન્મદિવસ છે. તો શ્રી રામ નવમી અને કૃષ્ણ જન્માષ્ટમીની જેમ સમગ્ર દેશમાં ફરજીયાત જાહેર રજા લાગુ કરવા બ્રહ્મસેના દ્વારા રજુઆત કરવામાં આવે છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ મુકામેથી લડીને ૨૦૦૧ માં ભગવાન પરશુરામજીના આશિર્વાદ લઈને રાજકોટ-૨ વિધાનસભામાં વિજય પ્રાપ્ત કરીને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે કારકીદર્ી શરૂ કરેલ છે. હાલ દેશના વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ સત્તારૂઢ છે ત્યારે ભગવાન પરશુરામજીના આર્શિવાદ તેમના ઉપર સદા રહે તેવી અમારી ભગવાન પરશુરામજીને પ્રાર્થના અને નરેન્દ્રભાઈને નિરામય દિર્ધાયુ બક્ષે તેવી અમારી પ્રાર્થના કેન્દ્ર સકાર અને રાજ્ય સરકાર કોરોના વાયરસ સામેના આ જંગમાં વિજય પ્રાપ્ત કરે તેવી મહાદેવજી તથા ભગવાન પરશુરામને અમારી પ્રાર્થના છે. હાલ પત્ર વ્યવહાર દ્વારા લેખીત રજુઆત કરાયેલ છે, આગામી દિવસોમાં વિવિધ માઘ્યમો દ્વારા લેખીત રજુઆતો કરવામાં આવશે અને કેન્દ્ર સરકાર દ્વારા બ્રહ્મસેનાની માંગણીને ઘ્યાને લઈ તાત્કાલીક પગલા લઈ ભગવાન પરશુરામજીની જન્મ જયંતિ અક્ષય તૃતિયાની આખા દેશમાં ફરજીયાત રજા જાહેર કરવા નમ્ર અનુરોધ  અને અપીલ કરેલ છે તેમ બ્રહ્મસેના સ્થાપક અઘ્યક્ષ જગદિશભાઈ રાવલની યાદી જણાવે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here