પરવડી બાયપાસ પાસે ખાનગી બસ પલટતાં બે જણાં ઘાયલ

0
28
Share
Share

અક્સમાતમાં કોઇને જાનહાની નથી થઇ પરંતુ ૭ મુસાફરો સામાન્ય ઇજાગ્રસ્ત થયા : બસ ઇન્દોરથી ગોંડલ જતી હતી

ગોધરા, તા.૨

ગોધરાના પરવડી બાયપાસ પાસે અવારનવાર અકસ્માતનાં કિસ્સાઓ સામે આવે છે. ત્યારે સોમવારે મોડી રાતે પણ એક ખાનગી બસને અકસ્માત નડતા બસ પલટી ગઇ હતી. સદનસીબે આ અક્સમાતમાં કોઇને જાનહાની નથી થઇ પરંતુ બે મુસાફરોને ગંભીર ઇજા પહોંચી છે જ્યારે ૭ મુસાફરો સામાન્ય ઇજાગ્રસ્ત થયા છે. મહત્વનું છે કે આ બસ ઇન્દોરથી ગોંડલ જઇ રહી હતી. તમામ ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગોધરાના પરવડી બાયપાસ પાસે મુસાફરોથી ભરેલી ખાનગી ટ્રાવેલ્સ પલટી ખાઇ ગઇ હતી. જેમાં બે મુસાફરોને ગંભીર ઇજા જ્યારે સાત મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી છે. આ તમામને સારવાર માટે ગોધરા સિવિલ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. ઇન્દોરથી ગોંડલ તરફ જઇ રહેલી બસ પલટી ખાતા તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગોધરાના પરવડી બાયપાસ પાસે મુસાફરોથી ભરેલી ખાનગી ટ્રાવેલ્સ પલટી ખાઇ ગઇ હતી. જેમાં બે મુસાફરોને ગંભીર ઇજા જ્યારે સાત મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી છે. આ તમામને સારવાર માટે ગોધરા સિવિલ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. ઇન્દોરથી ગોંડલ તરફ જઇ રહેલી બસ પલટી ખાતા તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા

અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. સ્થાનિક પોલીસે ત્યાં આવીને ફસાયેલા લોકોને અંદરથી ઉતારવામાં મદદ કરી હતી. નોંધનીય છે કે, આ રસ્તા પર અવારનવાર અકસ્માતોની ઘટના સામે આવતી હોય છે. અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. સ્થાનિક પોલીસે ત્યાં આવીને ફસાયેલા લોકોને અંદરથી ઉતારવામાં મદદ કરી હતી. નોંધનીય છે કે, આ રસ્તા પર અવારનવાર અકસ્માતોની ઘટના સામે આવતી હોય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here