પરમાણુ હથિયારોને ન વધારવાની રશિયાની સંધિને અમેરિકાએ નકારી

0
14
Share
Share

વૉશિંગ્ટન/મૉસ્કો,તા.૧૭

અમેરિકાએ રશિયાના તે પ્રસ્તાવને નકારી દીધો છે, જેમાં બંન્ને દેશો વચ્ચે પરમાણુ હથિયારોને ન વધારવાની સંધિ છે. આ સંધિ થોડા સમય પહેલા સમાપ્ત થઈ ગઈ છે, ત્યારબાદ માનવામાં આવી રહ્યું હતું કે, દુનિયાના બંન્ને સુપર પાવર્સ વચ્ચે પરમાણુ હથિયારોને વધારવાની હોડ મચી શકે છે.

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ઓ બ્રાયને કહ્યુ કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનએ એક વર્ષ  માટે ન્યૂ સ્ટાર્ટ સમજુતીને વધારવાનો પ્રસ્તાવ આપ્યો હતો. પરંતુ ટ્રમ્પ વહીવટી તંત્રએ તેનો અસ્વીકાર કરી દીધો છે. ઓ બ્રાયને કહ્યુ કે, અમેરિકા પરમાણુ હથિયારો પર કડકાઇથી  પ્રતિબંધ લગાવવાના પક્ષમાં છે. રશિયાએ પોતાના પ્રસ્તાવ પર ફરીથી વિચાર કરવાની જરૂર છે.

આગામી વર્ષે ફેબ્રુઆરીમાં દ્ગીુ જી્‌છઇ્‌ સમાપ્ત થવાની છે, જેના પર વર્ષ ૨૦૧૦મા સમજુતી થઈ હતી. રશિયાના વિદેશ મંત્રી લેવરોવએ રશિયાના પ્રસ્તાવને રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, રશિયાના રાષ્ટ્રપતિ આગળની વાતચીત પહેલા કોઈ પૂર્વ શરત રાખવા ઈચ્છતા નથી. જેથી ભવિષ્યની વાતચીતમાં કોઈ સમસ્યા ન આવે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here