પબજી ટૂંક જ સમયમાં ભારત પરત આવી શકે છે

0
25
Share
Share

સરકારે ગત સપ્તાહે દેશમાં ૧૧૮ ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે જેમાં સૌથી પોપ્યુલર ગેમ પબજી સામેલ છે

નવી દિલ્હી,તા.૮

ભારત સરકારે ગત સપ્તાહે દેશમાં ૧૧૮ ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. જેમાં સૌથી પોપ્યુલર બેટલ રોયલ ગેમ પણ સામેલ છે. બેનને લઇને ગેમિંગ કમ્યુનિટી જ્યાં પરેશાન થઇ રહી છે ત્યાં જ અમારી પાસે સારા સમાચાર પણ આવ્યા છે. બ્લૂહોલ હેઠળ ઓરિજિનલ ઇન્ટરનલ ગેમિંગ પબજી કોર્પોરેશને ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. પબજી ક્રોપ મુજબ તે આ પૂરી સ્થિતિથી અવગત છે અને પ્રતિબંધ પર સક્રિય રૂપથી વિચાર કરી રહ્યું છે. સાથે તે પણ કંફર્મ થયું છે કે ભારતમાં પબજી મોબાઈલના કંટ્રોલને પૂરી કરવામાં આવશે અને તેની તમામ પબ્લિશિંગ જવાબદારી પબજી કોર્પ પાસે આવી જશે. એટલે કે તેની ઓરિજનલ સાઉથ કોરિયા બેસ્ડ ગેમિંગ કંપની પાસે તેની જવાબદારી આવશે અને તેવું થવાથી દેશમાં પબજી પર બેન દૂર થશે. રિપોર્ટ મુજબ ભારતમાં ૧૧૮ ચીની એપ્સ પર પ્રતિબંધના એક દિવસ પછી બજાર મૂલ્યમાં ૩૪ બિલિયન ડોલરનું નુક્શાન થયું હતું. પબજી કોર્પોરેશનને પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે પબજી કોર્પોરેશન સરકાર દ્વારા આપવામાં આવેલા તમામ ઉપાયોને સારી રીતે સમજે છે અને તેનું સન્માન કરે છે. કારણ કે પ્લેયર ડેટાની પ્રાઇવસી અને સિક્યોરિટી કંપનીની સર્વોચ્ચ પ્રથામિકતા છે. તે ભારત સરકાર સાથે તેવી રીતે કામ કરવાની આશા રાખે છે જેથી એક તેવું સમાધાન નીકળે જેમાં ગેમર્સ એક વાર ફરી ભારતીય કાનૂનો અને નિયમોનું પૂરી રીતે પાલન કરીને યુદ્ધના મેદાનમાં ઉતરી શકે. હાલની ઘટનામાં ધ્યાનમાં રાખીને પબજી કોર્પોરેશને ભારતમાં માટે પબજી મોબાઇલ ફ્રેંચાઇઝીને ઓથેરાઇઝ ન કરવાનો નિર્ણય લીધો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here