પબજી ગેમ ભારતમાં પાછી નહીં આવે : રિપોર્ટમાં ખુલાસો

0
29
Share
Share

ભારતે અનેક ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મુક્યો છે
મંત્રાલયના અધિકારીઓમાં પ્રતિબંધિત એપ્સની યાદીમાં સામેલ કોઈ પણ એપને પાછી શરૂ કરવા ચર્ચા થઈ નથી
નવી દિલ્હી,તા.૨૫
ભારતમાં લાખો પ્લેયર્સની પસંદ રહેલા બેટલ રોયલ ગેમને ભારત સરકારે ચાઈનીઝ કનેક્શનને પગલે બેન કરી દીધી છે. તે પછીથી જ એવા અનુમાનો થઈ રહ્યા હતા કે, આ ગેમ ભારતમાં પાછી આવી શકે છે અને ભારતમાં મોટો યૂઝરબેઝ હોવાના કારણે ચાઈનીઝ કંપનીની સાથે પાર્ટનરશિપ તોડ્યા બાદ ભારતમાં ગેમર્સ પબજી રમી શકશે. જોકે, એક નવો રિપોર્ટ આ ગેમ પાછી આવવાની રાહ જોઈને બેઠેલા ગેમર્સ માટે ખરાબ સમાચાર લઈને આવ્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, ભારતના મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ પોપ્યુલર ગેમ પાછી આવવાનો સંકેત નથી આપી રહી. તેનો અર્થ છે કે, પબજી મોબાઈલ પર ભારતમાં પ્રતિબંધ ચાલુ રહેશે અને કદાચ જ કોઈ રીત આ ગેમને પાછી લાવવા માટે કામ કરી શકે. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે, માત્ર સાથે પાર્ટનરશિપનો અંત લાવવો જ ભારતમાં ગેમને પ્લે સ્ટોર પર પાછી લાવવા માટે પુરતું નહીં હોય. સ્પષ્ટ છે કે, સરકાર ઈચ્છે, ત્યારે જ ગેમ પાછી આવવાની મંજૂરી મળી શકે છે અને હાલ એવું દેખાઈ રહ્યું નથી. મિનિસ્ટ્રી સોર્સનો ઉલ્લેખ કરીને રિપોર્ટમાં કહેવાયું છે કે, ’મિનિસ્ટ્રી ઓફિશિયલ્સમાં પ્રતિબંધ લિસ્ટમાં સામેલ કોઈપણ એપને પાછી શરૂ કરવા અંગે કોઈ ચર્ચા નથી થઈ રહી. અમે કોઈ ખાસ એપ કે કંપની પર ટિપ્પણી કરવાથી બચવા ઈચ્છશે.’ હકીકતમાં, પબજી મોબાઈલ રિલાયન્સ જિયોની સાથે મળીને ભારતમાં પાછી આવવા અંગેના અહેવાલો આવી રહ્યા હતા અને કહેવાયું હતું કે, જો બધું બરાબર રહ્યું તો જિયો પ્લેટફોર્મ ભારતમાં ગેમર્સને આ ગેમ ડિસ્ટ્રીબ્યૂટ કરી શકે છે. ઘણા રિપોર્ટસમાં કહેવાયું હતું કે, ગેમ ડેવલપર્સ જિયોની સાથે લોંગ ટર્મ પાર્ટનરશિપ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રિલાયન્સ જિયોની પબજી મોબાઈલની સાથે પાર્ટનરશિપ સાથે જોડાયેલા અહેવાલ આવી રહ્યા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, બંને કંપનીઓમાં વાત ચાલી રહી છે અને જિયો સાથે મળીને પબજી ભારતમાંગેમ પાછી લાવવાના પ્રયાસમાં છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here