પત્નીને ઇરફાનના જવાનું દુખ સતાવી રહ્યું છે, શેર કરી ભાવુક પોસ્ટ

0
15
Share
Share

મુંબઈ, તા. ૨૩

બોલિવૂડ એક્ટર ઈરફાન ખાન આ ફાની દુનિયા ગત મે મહિનામાં છોડી ગયા. અચાનક તેમનાં નિધનથી સંપૂર્ણ ઇન્ડસ્ટ્રી આઘાતમાં હતી. જોકે સૌ કોઈ ઇરફાનની કેન્સરની બીમારીથી વાકેફ હતાં. હવે તે આ દુનિયામાં નથી રહ્યાં પણ તે તેમનાં શાનદાર અભિનયથી આજે પણ આપણી વચ્ચે જીવંત છે. ઈરફાન ખાનનો પરિવાર હજુ પણ તેમનાં ગયાનાં ગમમાંથી બહાર આવ્યો નથી. હાલમાં જ તેમની પત્ની સુતાપા સિકદારે તેમની યાદમાં એક પોસ્ટ શેર કરી છે. જે ઘણી જ વાયરલ થઇ રહી છે. આ પોસ્ટમાં એક સુંદર તસવીર છે. આ તસવીરમાં કુદરતી મહેર જોવા મળી રહી છે. સાથે જ એક નાનકડું તળાવ છે જેમાં કમળનાં ફૂલ ખીલેલા નજર આવી રહ્યાં છે. સુતાપાએ આ તસવીર શેર કરતાની સાથે જ એક સુંદર પોસ્ટ લખી છે જેમાં તે ઇરફાનને યાદ કરતાં નજર આવે છે. સુતાપાએ તસવીર શેર કરતાંની સાથે લખ્યું છે કે, ’આ કમળનાં ફૂલ તને યાદ છે ઈરફાન. તે કેટલી મુશ્કેલીઓથી તેને એક બોટલમાં ઉગાડયાં હતાં. અને પછી તેને ઉછેરવા માટે એક જગ્યા તૈયાર કરી હતી.’ આ કેપ્શન દ્વારા સુતાપાએ જણાવ્યું કે, ઈરફાને કમળનાં ફૂલ ઉછેરવા માટે કેટલી મહેનત કરી હતી અને આ તળાવ પાછળ સુંદર કહાની પણ જણાવી હતી. આ પહેલાં પણ તેમણે ઈરફાનની યાદમાં એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેઓ વરસાદ આવવાની ખુશી સાથે ઇરફાનને યાદ કરી રહ્યાં હતાં. આપને યાદ અપાવી દઇએ કે, ઇરફાનને હાઈ ગ્રેડ ન્યૂરોએન્ડોક્રેઈન નામનું કેન્સર હતું. જેની સારવાર લેવા તે લંડન ગયો હતો. લોકડાઉનનાં સમય ગાળામાં ઈરફાનની માતાનું નિધન થઈ ગયુ હતું જે બાદ ઈરફાનની તબિયત પણ લથડી હતી. અને તે ફરી પોતાની જાતને રિકવર ન કરી શક્યો. આ સાથે જ ઇરફાનનાં જવાથી ઈન્ડસ્ટ્રીએ એક ઉમદા વ્યક્તિની સાથે સાથે એક ખૂબ જ ઉત્તમ કલાકાર પણ ગુમાવી દીધો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here