પત્નીને આસોનીથી સેક્સ કરવાની માંગ કરતો પતિ, ૧૮૧ની ટીમ મદદ પહોંચી

0
20
Share
Share

અમદાવાદ,તા.૨૯

પતિ-પત્ની વચ્ચેના શારીરિક સંબંધ બેડરૂમના દરવાજાની અંદર જ હોય છે, પણ ઘણી વખત બન્નેમાંથી કોઈ એક પાત્ર પોતાની વિચિત્ર માગણી પાર્ટનરને પસંદ આવતી નથી. શહેરના રામોલ વિસ્તારમાં પતિએ પત્ની પાસે અલગ અલગ પોઝમાં સેક્સ માટે મજબૂર કરતો હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પત્નીએ આ સમગ્ર બાબતનો વિરોધ કરતાં પતિએ તેને માર મારતો હોવાનું પણ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા અન્ય રાજ્યના પરિવારના દીકરા રાજીવ (નામ બદલ્યું છે ) જાણીતી બેંકમાં ક્લર્ક છે. રાજીવના લગ્ન પોતાના સમાજની નેહા (નામ બદલ્યું છે) નામની યુવતી સાથે થયા છે. રાજીવ અને નેહા લગ્ન બાદ અન્ય સામાન્ય પતિ-પત્નીની જેમ જ રહેતાં હતાં.

લગ્ન બાદ નેહાને તેનાં સાસરિયાં સતત નાની-મોટી વાતે મહેણાંટોણાં મારતાં હતાં, પણ લગ્નજીવન ન તૂટે એ માટે નેહા સતત દરેક બાબત મૂંગા મોઢે સહન કરતી હતી. આની સાથે સાથે બેડરૂમમાં પતિ નેહાને સતત શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરતો હતો. નેહાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, રાજીવ નેહાને અલગ અલગ પોઝમાં રતિક્રીડા કરવા માટે મજબૂર કરતો હતો, જેનો નેહાએ અનેક વખત વિરોધ કર્યો, પણ આ વિરોધનું પરિણામ એવું આવ્યું કે રાજીવ તેને ખૂબ માર મારતો હતો.

આ સમગ્ર મામલે નેહાએ મહિલા હેલ્પલાઇન ૧૮૧ને ફોન કરીને બોલાવતાં તેઓ તેને જ પોલીસ સ્ટેશન લઈ ગયાં હતાં. ત્યાં નેહાએ તેનાં પતિ અને સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે હાલ રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here