વડોદરા:પતિના આડાસંબંધની શંકાએ પત્નીએ ગુસ્સામાં પડોસણને માથામાં મારી લાકડી

0
14
Share
Share

વડોદરા,તા.૨૨

પતિ સાથે યુવતી પ્રેમ સંબંધ રાખતી હોવાની આશંકા રાખી પત્નીએ યુવતી સાથે ઝઘડો કરી માથામાં લાકડીના ફટકા માર્યા હતા. જે અંગે પાણીગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કિશનવાડી ઝંડાચોક વિસ્તારમાં સાંઇકૃપા સોસાયટીમાં રહેતી પિન્કી નરેન્દ્રભાઇ કહારને એવી શંકા હતી કે તેના પતિ સામે નજીકમાં રહેતી મહિમા નામની યુવતીને પ્રેમસંબંધ છે અને એ યુવતી તેના પતિ સાથે અવાર-નવાર મોબાઇલ ફોન પર વાતચીત કરે છે.

ગઇકાલે પિન્કીએ આશંકાના પ્રચંડ ક્રોધાવેશમાં એ યુવતી સામે ઝઘડો કરી માથામાં આડેધડ લાકડીના ફટકા મારતાં યુવતીને સાત ટાંકા આવ્યા હતા.મોડી રાત્રે ૧૧ વાગ્યે પિન્કી તથા રવિ પ્રેસવાળો અને રોશન કહાર યુવતીના ઘરે ગયા હતા અને યુવતીની માતાને માર માર્યો હતો તેમજ એક્ટીવાની તોડફોડ કરી હતી. ઉપરોક્ત ફરિયાદ અંગે પાણીગેટ પોલીસે પિન્કી કહાર, રવિ પ્રેસવાળો તેમજ રોશન કહાર સામે ગુનો નોંધીને તેમની શોધખોળ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે પિન્કીનો પતિ બૂટલેગર છે અને હાલમાં જ તેની સામે કેસ નોંધાયો છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here