ઇન્દોર,તા.૨૬
સેનિટાઈઝર કર્યા બાદ આગ પાસે ન જવાની વાતો તો ઘણીવાર સાંભળવામાં આવી છે, પણ તેનાથી દુર્ઘટના સર્જાઈ હોય અને ત્રણ લોકોની જીગ ગયા હોય તેવી ઘટના ઈન્દોરમાં સામે આવી છે. પતિ હાથમાં સેનિટાઈઝર કર્યા પછી તરત તવા પર રહેલું પરાઠું લેવા ગયો અને લાગી આગ.
આ આગને બાજુમાં ઉભેલી પત્ની બુઝાવવા ગઈ તો તેની સાડીમાં પણ આગ લાગી. બૂમાબૂમ કરતા બાજુમાં રહેલી ૭ વર્ષની ભાણકી ડરીને તેને ભેટી પડી તો તેનું પણ મોત થયું છે.