પતિએ ડીજિટલ સહીમાં ચેડાં કરી ઈન્કમટેક્સ રિટર્ન કોર્ટમાં રજૂ કરતાં પત્નીએ કરી ફરિયાદ

0
16
Share
Share

અમદાવાદ,તા.૯

પતિ-પત્ની વચ્ચે ચાલતા કોર્ટ મામલામાં પતિએ પત્નીની ઈન્કમટેક્સ રિર્ટનની કોપી રજૂ કરી હતી. જેમાં પત્નીની ડીજિટલ સહીનો ઉપયોગ કરી પાસવર્ડ બદલી ચેડાં કરાયા હોવાનુ માલુમ પડ્યુ હતું. પત્નીએ પતિ વિરુદ્ધ મણિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પતિએ આઇટી રિર્ટનમાં ઓનલાઇન ચેડાં કરતા પત્નીએ મણિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પતિએ પત્નીની ડીજિટલ સહીનો ઉપયોગ કરી પાસવર્ડ બદલી ઇન્કમટેક્સની વેબસાઇટમાંથી રિર્ટનની કોપી કાઢી હતી. આ કોપી પતિએ ડોમેસ્ટિક વાયોલન્સની અરજીમાં કોર્ટમાં રજૂ કરતા તેની નકલ પત્નીને અપાઈ હતી.

આણંદમાં હાલમાં માતા પિતા સાથે રહેતા અને શિક્ષિકા તરીકે નોકરી કરતા કાજલબેન ઠક્કરના લગ્ન ૧૦ મે ૨૦૧૪ના રોજ અમદાવાદના શિવાંગ ઠક્કર સાથે થયા હતા. પરંતુ બન્ને વચ્ચે મનમેળ ન હોવાથી છ વર્ષથી તેઓ પિયરમાં રહે છે. આ મામલે તેમણે પતિ સામે આણંદ મહિલા પોલીસ મથકમાં પણ ફરિયાદ નોંધાવી હતી. આણંદ કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટની અરજી પણ દાખલ કરી છે.

ગત ૧૬ માર્ચ ૨૦૧૯ના રોજ આણંદ કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટના કેસની મુદત વખતે પતિએ કોર્ટમાં કાજલબેનની રિર્ટનની કોપી રજૂ કરી હતી અને જેની એક નકલ કાજલબેનને પણ આપી હતી. તે કોપી જોતા કાજલબેનને ધ્યાને આવ્યું હતું કે, આ કોપી મારા પાસવર્ડ વગર ખુલે નહીં. મારા આઇટી રિર્ટનમાં પણ ચેડાં થયેલ છે. તેમણે મોબાઇલ ફોન કરતા ૧૫ માર્ચ ૨૦૧૯ના રોજ સવારે ૨.૪૯ વાગ્યે મેસેજ આવ્યો હતો. જે મેસેજ જોતા કાજલને જાણ થઇ હતી કે, તેનો ઇન્કમટેક્સ રિર્ટનનો પાસવર્ડ બદલવા માટે ડીજિટલ સહી બનાવાઈ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here