પતંજલિએ કોરોનાની આયુર્વેદિક દવા ‘કોરોનિલ’ કરી લૉન્ચ

0
15
Share
Share

આવતા અઠવાડિયાથી સ્ટોર્સમાં ઉપલબ્ધ થશે,ટ્રાયલમાં ૭ દિવસમાં ૧૦૦% દર્દીઓ સાજા થયાનો બાબા રામદેવનો દાવો

હરિદ્વાર,તા.૨૩

યોગગુરુ બાબા રામદેવની સંસ્થાન પતંજલિએ આજે કોરોના વાયરસની આયુર્વેદિક દવા ‘કોરોનિલ’નું સાઇંટિફિક ડિટેલ સાથે લોન્ચિંગ કર્યું છે. પતંજલિનો દાવો છે કે કોરોનિલ, કોરોનાની સારવાર માટે કારગર સાબિત થશે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, ૨૪ કલાકમાં કોરોનાના ૧૪,૯૩૩ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ૩,૧૨ લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ મુજબ બાબા રામદેવે કહ્યું કે આ દવાના મેન્યુફેક્ચરિંગમાં માત્ર દેશી સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં મુલૈઠી-ઉકાળો સહિત કેટલીક વસ્તુઓનું મિશ્રણ છે.

રિપોર્ટ પ્રમાણે બાબા રામદેવે કહ્યું કે,‘અમારી દવાનો ૧૦૦ ટકા રિકવરી રેટ છે અને ડેથ રેટ શૂન્ય છે. ભલે લોકો હાલ અમારા આ દાવા પર સવાલ ઉભા કરી રહ્યાં છે પરંતુ અમારી પાસે દરેક સવાલનો જવાબ છે. અમે બધા વૈજ્ઞાનિક નિયમોનું પાલન કર્યું છે.’ આ પહેલા પતંજલિના સીઇઓ આચાર્ય બાલકૃષ્ણે કહ્યું કે,‘ પતંજલિના બધા વૈજ્ઞાનિક, એનઆઇએમએસ યુનિવર્સિટીના ડોક્ટર અને દરેક ડોક્ટરોને શુભેચ્છાઓ. જેમના પ્રયાસો હવે સાકાર થઈ રહ્યા છે.’

રિપોર્ટ મુજબ બાબા રામદેવે કહ્યું કે આજે એલોપૈથિક સિસ્ટમ મેડિસનને લીડ કરી રહ્યા છે. અમે કોરોનિલ બનાવી છે. જેમાં અમે ક્લિનિકલ કંટ્રોલ સ્ટડી કરી, ૧૦૦ લોકો પર આનો ટેસ્ટ કર્યો. ૩ દિવસની અંદર ૬૯ ટકા દર્દી પોઝિટિવથી નેગેટિવ થયા છે. જ્યારે, આ દવાથી ૭ દિવસમાં ૧૦૦ ટકા દર્દીઓ સાજા થયા છે. મીડિયા રિપોર્ટ મુજબ કોરોનિલ કિટની કિંમત લગભગ ૬૦૦ રૂપિયા સુધી બતાવવામાં આવી રહી છે.

પ્રેસ કોન્ફરન્સમાં યોગગુરુ રામદેવે કહ્યું કે આ દવાને બનાવવામાં માત્ર દેશી સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં મુલૈઠી- ઉકાળો સહિત કેટલીક અન્ય વસ્તુઓ સહિત ગિલોય, અશ્વગંધા, તુલસી, શ્વાસરિનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. રામદેવે કહ્યું કે આયુર્વેદથી બનેલી આ દવા આગામી સાત દિવસોમાં પતંજલિના સ્ટોર પર ઉપલબ્ધ થશે. આ સિવાય સોમવારે એક એપનું લોન્ચિંગ કરવામાં આવશે. જેની મદદથી ઘરે આ દવા પહોંચાડવામાં આવશે. દવાનું નિર્માણ દિવ્ય ફાર્મેસી, હરિદ્વાર અને પતંજલિ આયુર્વેદ લિમિટેડ હરિદ્વાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here