ઈન્ચાજર્ પી.એસ.આઈ. કે.એ.જાડેજાની કામગીરીથી દારૂ અને જુગારીયાઓમાં ફફફાટ
રાજકોટ, તા.૧૬
પડધરી નજીક તરઘડી ગામ પાસે જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સોની ધરપકડ કરી રૂા.૧૬,૩૦૦ નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જીલ્લામાં દારૂ અને જુગારની બદી ડામી દેવા જીલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે પડધરી પોલીસ મથકના ઈન્ચાજર્ પી.એસ.આઈ. કે.એ.જાડેજા સહિતના સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે તરઘડી ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની એ.એસ.આઈ. ભગીરથસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતો મહેશ જવેર પરમાર, જીતુ જવેર પરમાર, રાયધન જવેર પરમાર અને તારાસંગ ગુલાબનાથ રાઠોડની ધરપકડ કરી જુગારના પટમાંથી રૂા.૧૬૩૦૦ નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.