પંજાબ-હરિયાણા બાદ હવે UPના ખેડૂતો પણ કાલથી રસ્તા પર ઉતરશે, દિલ્હી-દેહરાદૂન હાઈવે ચક્કાજામ કરશે

0
21
Share
Share

દિલ્હી તા. ૨૬

ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેતે કહ્યું- કૃષિ કાયદા વિરૂદ્ધ શુક્રવારથી અનિશ્ચિતકાળ માટે યુપીમાં દિલ્હી-દેહરાદૂન નેશનલ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવશે.

પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો કૃષિ સાથે જોડાયેલાં ૩ કાયદા વિરૂદ્ધ રસ્તા પર ઉતર્યા છે. ખેડૂતોએ દિલ્હી ચલો આંદોલન શરૂ કર્યું છે. ગુરૂવારે પંજાબ-હરિયાણા બોર્ડર પર પણ હિંસક પ્રદર્શનો થયા. આ વચ્ચે ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તાએ મુઝફ્ફરનગરમાં મોટી જાહેરાત કરી છે. ટિકેતે કહ્યું કે- કૃષિ કાયદા વિરૂદ્ધ શુક્રવારથી અનિશ્ચિતકાળ માટે યુપીમાં દિલ્હી-દેહરાદૂન નેશનલ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવશે. તો આ આંદોલનને વિપક્ષી દળ એક અવસર તરીકે જોઈ રહ્યાં છે. શક્યત છે કે ખેડૂતોની સાથે રાજકીય પક્ષો પણ ઉતરી શકે છે.

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ ૨૬થી ૨૬ નવેમ્બરે સુધી દિલ્હી ચલો આંદોલનની શરૂઆત કરી છે. પંજાબની પાસે આવેલી હરિયાણા બોર્ડર પર ગુરુવારે હિંસક દેખાવ થયા હતા.પંજાબના પ્રદર્શનકારીઓએ હરિયાણા બોર્ડર પર બેરિકેડ્સ નદીમાં ફેંકી દીધા અને પથ્થરમારો કર્યો. ત્યારપછી પોલીસે દેખાવકારીઓને કંટ્રોલ કરવા માટે પાણીથી અટેક અને ટીઅર ગેસના સેલ છોડ્યા હતા. નવા કૃષિ બિલના વિરોધમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતો છેલ્લા બે મહિનાથી રસ્તા પર છે.

રાકેશે કહ્યું કે આ વખતે હરિયાણા અને પંજાબના ખેડૂતો આગળ વધી રહ્યાં છે અને દિલ્હી પોલીસ તેમની સાથે અત્યાચાર કરી રહી છે. ખેડૂતો પર પાણી છોડવામાં આવે છે. દિલ્હી સરકાર બળ પ્રયોગ કરી રહી છે. હરિયાણા સરકાર પણ ખેડૂતોને રોકીને તેમના પર અત્યાચાર કરી રહી છે. દિલ્હી જવા દેવાથી ખેડૂતોને રોકવામાં આવી રહ્યાં છે. આ આંદોલનથી સમગ્ર દેશના ખેડૂતો જાગી ગયા છે. અને આ વખતે એક મોટું આંદોલન થશે, જે ખેડૂતોના હિતમાં હશે. કાલથી યુપીના ખેડૂત પણ રસ્તા પર હશે અને તેને ફરીથી આ કાયદા વિરૂદ્ધ અને કેન્દ્ર સરકાર વિરૂદ્ધ એક મોટું આંદોલન કરશે. અમે લોકો કાલે દિલ્હી-દેહરાદૂન હાઈવે પર નવલા કોઠી પર એકત્રિત થઈશું અને સરકાર વિરૂદ્ધ આંદોલન કરીશું.

શા માટે પ્રદર્શન થઈ રહ્યું છે?

સપ્ટેમ્બરમાં સરકારે કૃષિ સુધારા માટે ૩ કાયદા ધ ફાર્મર્સ પ્રોડ્યૂસ ટ્રેડ એન્ડ કોમર્સ(પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) એક્ટ; ધ ફાર્મર્સ(એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન)એગ્રીમેન્ટ ઓફ પ્રાઈઝ એશ્યોરેન્સ એન્ડ ફાર્મ સર્વિસેસ એક્ટ અને ધ એસેન્શિયલ કમોડિટીઝ(અમેન્ડમેન્ટ)કાયદો બનાવ્યો હતો. જેના વિરોધમાં પંજાબ અને હરિયાણાના ખેડૂત છેલ્લા બે મહિનામાં રસ્તા પર છે.ખેડૂતોને લાગે છે કે સરકાર ખજઙ હટાવવાની છે, જ્યારે વડાપ્રધાન પોતે આ વાતને નકારી ચુક્યા છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું કે, કેન્દ્ર સરકારના ત્રણ ખેતી બિલ ખેડૂતો વિરોધી છે. આ બિલા પાછું લેવાની જગ્યાએ ખેડૂતોને શાંતિપૂર્ણ દેખાવ કરવાથી અટકાવવામાં આવી રહ્યાં છે, તેમની પર વોટર કેનન ચલાવવામાં આવી રહી છે. ખેડૂતો પર આ અપરાધ એકદમ ખોટો છે. શાંતિપૂર્વ દેખાવ તેમનો બંધારણીય અધિકાર છે.

ખેડૂતોના સમર્થનમાં પ્રિયંકા મેધા પાટકરને આગરામાં અટકાવ્યા

ખેડૂત બિલના વિરોધમાં દિલ્હી જઈ રહેલી એક્ટિવિસ્ટ મેધા પાટકરને બુધવારે રાતે આગરાની સૈયાં સરહદ પર અટકાવી દેવાયા છે. તેમની સાથે લગભગ ૨૦૦ ખેડૂતો પણ છે. મેધાએ ગુરુવારે દિલ્હી જવાની અપીલ કરી હતી, પણ પોલીસે તેમને જવા ન દીધા. ખેડૂત નેતાઓ સાથે મેધાએ ઘરણા કર્યાં. આનાથી ૬ કિમી લાંબો જામ થઈ ગયો.

દિલ્હી-હરિયાણા સીમા પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હી-ફરિદાબાદ બોર્ડર પર પોલીસ ફોર્સ ઉપરાંત CRPF ની ૩ બટાલિયન તહેનાત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આવતા-જતા દરેક વાહનો પર નજર રાખવામાં આવી રહી છે. હોમગાર્ડના જવાનો પણ તહેનાત છે. સીનિયર ઓફિસર સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. અમે દરેક સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ. ખેડૂત રેલીને ધ્યાનમાં રાખીને દિલ્હી-ગઈછમાં મેટ્રો બપોરે ૨ વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવી છે.

કૃષિ કાયદા વિરુદ્ધ પંજાબના હજારો ખેડૂતોએ હરિયાણા સીમામાં પ્રવેશ કર્યો છે. હરિયાણા સરકારે પંજાબ બોર્ડર સીલ કરી દીધી છે. ખેડૂત સંગઠનનો દાવો છે કે, ગુરુવારે અહીં સીમા પર ૧ લાખથી વધારે ખેડૂતો ભેગા થશે. બીજી બાજુ બુધવારે ચંદીગઢ-દિલ્હી હાઈવે પર ૧૫ કિમી લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. અંબાલા હાઈવે પર ભેગા થયેલા ખેડૂતોને વેર વિખેર કરવા માટે સેનાએ તેમના પર પાણીનો મારો કર્યો હતો. પરિણામે ગુસ્સે થયેલા ખેડૂતોએ બેરિકેડ્સ તોડી દીધા હતા. અહીં તાત્કાલીક કલમ ૧૪૪ લગાવી દેવામાં આવી અને ૧૦૦થી વધારે ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી.

ખેડૂતોએ કહ્યું- રોકશો તો દિલ્હી જતા રસ્તા જામ કરી દેશુ

હરિયાણા સરકારે એક મોટો નિર્ણય લેતા કહ્યું કે, ખેડૂત આંદોલન ચાલુ રહેશે તો રાજ્યની રોડવેઝની કોઈ બસ પંજાબ નહીં જાય. તે ઉપરાંત દરેક ડેપોને ૫-૫ વધારાની બસો રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. અંબાલાના મોહડામાં ભાકિયૂના પ્રદેશ અધ્યક્ષ ગુરનામ સિંહ ચઢૂનીના નેતૃત્વમાં રાજ્યમાં ઘણાં જિલ્લાના ખેડૂતો ભેગા થયા છે. તેમણે આગળ વધવાનો પ્રયત્ન કરતાં પોલીસે તેમને રોક્યા હતા.

આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ખેડૂતોએ બેરિકેડ પણ તોડી નાખ્યા હતા. ત્યારે હરિયાણા પોલીસે ખેડૂતોને રોકવા માટે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. જ્યારે બીજી બાજુ દિલ્હી પોલીસ કહી ચૂકી છે કે, જો કોરોના દરમિયાન ખેડૂતો દિલ્હી આવશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તે વિશે ખેડૂતોએ કહ્યું છે કે, તેમને રોકવામાં આવશે તો તેઓ દિલ્હી જતો રસ્તો રોકી લેશે.

 

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here