પંજાબ ફેન્સને કોઈ આંચકો ન આપે એવી પ્રિતિને આશા

0
24
Share
Share

ચાર જીતથી પ્રીતિ ઝિંટા તાજેતરમાં ખુબ ખુશ છે

પંજાબની ટીમે હૈદરાબાદને રોમાંચક મુકાબલામાં ૧૨ રનથી માત આપી હતી અને પોઈન્ટ ટેબલમાં ૫મું સ્થાન મેળવ્યું

મુંબઈ,તા.૨૬

કિંગ્સ ઈલેવન પંજાબ ટીમને આઈપીએલ ૨૦૨૦ની શરૂઆતમાં કંઈ ખાસ સફળતા મળી ન હીત. પરંતુ જે રીતે ટીમે સતત ૪ જીત મેળવી લીધી છે, તે કાબિલે-દાદ છે. શનિવારે પંજાબની ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદને રોમાંચક મુકાબલામાં ૧૨ રનથી માત આપી હતી અને પોઈન્ટ ટેબલમાં ૫મુ સ્થાન મેળવ્યું હતું. આ જીત બાદ પંજાબના પ્લેયર્સ બહુ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. તો ટીમની માલિક પ્રીતિ ઝિંટાની ખુશીમાં પણ ચાર ચાંદ લાગી ગયા છે. જીત બાદ પ્રીતિએ મેદાન તરફ નજર ફેરવીને ફ્લાઈંગ કિસ આપી હતી. આ મોમેન્ટને તેના ફેન્સ બહુ જ પસંદ કરી રહ્યાં છે. પ્રીતિ ઝિંટાની ફ્લાઈંગ કિસ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાને ચગડોળે ચઢી છે. ચાર જીતથી પ્રીતિ ઝિંટા હાલ ફુલ ફોર્મમાં છે. પ્રીતિએ ટિ્‌વટર પર લખ્યું કે, હુ એટલી ઉત્સાહિત છું કે આજે ઊંઘી નહિ શકું. પરંતુ કોઈ વાત નથી. અપના પંજાબ જીત ગયા. આશા રાખું છું કે, આપણે હવે આપણા ફેન્સને કોઈ ઝટકા નહિ આપીએ. આજે આપણને બધાને શીખ મળી છે કે, આપણે અંતિમ પળ સુધી હાર માનવી ન જોઈએ. અને અંત સુધી લડાઈ ચાલુ રાખવી જોઈએ. સાથે જ પ્રીતિએ આ જીતની ક્રેડિટ પોતાની ટીમના બેટ્‌સમેનને આપી છે. જેમાં ક્રિસ જોર્ડન, મોહંમદ શમી, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, અશ્વિન મુરુગન અને મનદીપ સિંહ સામેલ છે. સાથે જ પ્રીતિએ કેએલ રાહુલના કેપ્ટનશિપના પણ વખાણ કર્યાં છે. પ્રીતિ ઝિંટાની આ ખુશીમાં તેના ફેન્સ પણ સામેલ થઈ ગયા છે. ફેન્સે ટિ્‌વટર પર પ્રીતિને જીતના અભિનંદન આપ્યા છે. અલગ અલગ અંદાજમાં ખુશી વ્યક્ત કરી રહ્યાં છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here