પંજાબ પોલીસે ઉકેલ્યો સુરેશ રૈનાના સંબંધીની હત્યાનો કેસ, ૩ આરોપી ઝડપાયા

0
12
Share
Share

પઠાણકોટ,તા.૧૬

પંજાબના પઠાણકોટમાં ક્રિકેટર સુરેશ રૈનાના સંબંધીઓની હત્યાનો કેસ પંજાબ પોલીસએ ઉકેલી દીધો છે. બુધવારે પંજાબ પોલીસે આ મામલામાં ૩ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. રિપોટ્‌ર્સ મુજબ આ ત્રણેય આંતરરાજ્ય લૂંટ-અપરાધ ગેંગના સભ્ય છે.

જોકે, આ મામલામાં હજુ ૧૧ આરોપી પોલીસની પહોંચથી દૂર છે. પંજાબ પોલીસે કહ્યું કે બાકીના આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ક્રિકેટર સુરેશ રૈના પોતાના સંબંધીની હત્યા બાદ બુધવારે પહેલીવાર પઠાણકોટના ગામ થરિયાલ પહોંચ્યો. પઠાણકોટ પહોંચતા જ સુરેશ રૈનાએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. નોંધનીય છે કે સુરેશ રૈનાની ફઈ આશા આ ગામમાં રહે છે. ૧૯ ઓગસ્ટે આ જ ગામમાં સુરેશ રૈનાના ફુઆ અશોક કુમાર અને ફઈના દીકરા કૌશલની હત્યા કરી દેવામાં આવી હતી. સુરેશ રૈનાએ આરોપીઓની ધરપકડ બાદ પઠાણકોટમાં કહ્યું હતું કે, પોલીસે ખૂબ સારી કામગીરી કરી છે. અમને મદદ કરવા બદલ હું પંજાબના મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરું છું.

તેમના ફૂઆનું હુમલાના થોડા દિવસ બાદ મોત થયું હતું. રૈનાએ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને ટેગ કરીને લખ્યું હતું કે, આજ સુધી અમને ખબર નથી કે તે રાત્રે શું થયું હતું અને કોણે આ કૃત્ય કર્યું. હું પંજાબ પોલીસને આ મામલા પર ધ્યાન આપવા આગ્રહ કરું છું. અમે કમસે કમ એ જાણવા માટે હકદાર છીએ કે તેમની સાથે આ જધન્ય કૃત્ય કોણે કર્યું. આ અપરાધીઓને વધુ અપરાધ કરવા માટે છોડવા ન જોઈએ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here