પંજાબમાં ૧લી ડિસેમ્બરથી રાત્રિ કર્ફ્યુની જાહેરાતઃ માસ્ક ન પહેરનારને ૧ હજારનો દંડ

0
26
Share
Share

ચંડીગઢ,તા.૨૫

કોરોનાના વધતાં સંક્રમણને જોતાં પંજાબ સરકાર દ્વારા અતિ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે આગામી ૧ ડિસેમ્બરથી રાજ્યમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરી છે. ઉપરાંત માસ્ક ન પહેરનારને એક હજાર રૂપિયાનો દંડ ફટકારવા આદેશ આપ્યા છે.

પંજાબ સરકારના પ્રવક્તા પ્રમાણે, છેલ્લા કેટલાક દિવસમાં દરેક શહેર અને જિલ્લામં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. જેના પગલે સરકારે ૧૫ દિવસના રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરી છે. પંજાબમાં આગામી ૧ ડિસેમ્બરથી લઇને ૧૫ ડિસેમ્બર સુધી રાત્રિ કર્ફ્યુ અમલી રહેશે. જેનું રાતના ૧૦ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી કડક અમલ કરવામાં આવશે.

સાથે જ પંજાબમાં ૧ ડિસેમ્બરથી તમામ હોટલ, રેસ્ટોરાં અને લગ્ન સ્થળ રાતના ૯.૩૦ કલાકે બંધ થઇ જશે. ૧૫મી ડિસેમ્બરે લાદવામાં આવેલા પ્રતિબંધોની સમીક્ષા કરવામાં આવશે.

પંજાબમાં મંગળવારે ૬૧૪ નવા કેસ નોંધાયા હતા, જ્યારે ૨૨ લોકોના મોત થયા હતા. સાથે રાજ્યામાં કુલ સંક્રમિતનો આંકડો ૧.૪૭ લાખને પાર થઇ ગયો છે. જ્યારે કુલ ૪૬૫૩ લોકોના મોત નિપજ્યાં છે. દેશમાં કોરોનાના આંકડાઓએ મંગળવારે ફરી ચિંતામાં વધારો કરી દીધો છે. ૪૪,૨૪૫ નવા દર્દી નોંધાયા અને ૩૭,૭૬૫ સાજા થયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here