ન મેં ડ્રગ્સ લીધું છે, ન આપ્યું છે : દેવોલીના ભટ્ટાચાર્જી

0
21
Share
Share

દેવોલીના રિયા સાથે તુલના થતાં ભડકી
અંકિતાને ઈન્ડસ્ટ્રીમાં ઘણા સેલેબ્સ સપોર્ટ કરી રહ્યા છે દેવોલીનાએ પણ અંકિતાને સપોર્ટ કરતાં પોસ્ટ લખી હતી
મુંબઈ,તા.૧૬
બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક્ટ્રેસ અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર સતત ન્યાયની માગણી કરી રહી છે. તો કેટલાક લોકો ડ્રગ કેસમાં ધરપકડ થયેલી રિયા ચક્રવર્તીને સમર્થન આપી રહ્યા છે. અંકિતા લોખંડેને પણ એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાંથી ઘણા સેલેબ્સ સપોર્ટ કરી રહ્યા છે. ટીવી એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્જીએ પણ અંકિતાને સપોર્ટ કરતાં એક પોસ્ટ લખી હતી. જે બાદ કેટલાક યૂઝર્સે દેવોલીનાને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે તેણે દરેકને બરાબરનો જવાબ આપ્યો હતો. થોડા દિવસ પહેલા અંકિતાએ રિયા સામે નિવેદન આપતાં પોસ્ટ મૂકી હતી, જેને લઈને રિયાની ફ્રેન્ડ શિબાની દાંડેકરે કહ્યું હતું કે, અંકિતા બે મિનિટની નામના માટે આમ કરી રહી છે. અંકિતાને સપોર્ટ કરતાં ટ્‌વીટ કરીને દેવોલીનાએ લખ્યું હતું કે, ૨ સેકન્ડના ફેમ માટે તેઓ અંકિતા લોખંડેને ટાર્ગેટ કરે છે. સત્ય તો એ છે કે હવે હદ થઈ ગઈ છે. આ લોકો ક્યાંથી આવે છે અને કઈ દુનિયામાં જીવે છે. અંકિતા તને વધારે તાકાત મળે. દેવોલીનાની આ ટ્‌વીટ બાદ યૂઝર્સે એક જૂના કેસને લઈને તેને ટ્રોલ કરી. થોડા સમય પહેલા દેવોલીનાને પણ પોલીસ તપાસનો સામનો કરવો પડ્યો હતો. એક્ટ્રેસનું નામ હીરાના વેપારી રાજેશ્વર ઉદાણીના કિડનેપિંગ અને હત્યાના મામલે સામે આવ્યું હતું. એક યૂઝરે આ વાતનો ઉલ્લેખ કરીને દેવોલીનાની સરખામણી રિયા સાથે કરી હતી. સાથે જ કહ્યું હતું કે, ’રિયાના આરોપો સાબિત થાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here