ન્યૂયોર્ક ૩ લાખથી વધારે લોકોએ શહેર છોડી દીધું, કોરોના મહામારીએ લોકોને શહેર છોડવા મજબૂર કર્યા

0
25
Share
Share

ન્યૂયોર્ક તા. ૧પ

કોરોના મહામારીએ અમેરિકામાં ફરી હાહાકાર મચાવ્યો છે. રોજના દોઢ લાખથી વધારે સંક્રમિતો નોંધાઈ રહ્યા છે. આ બધાની વચ્ચે ચોકાવનાર વાત એ પણ બહાર આવી છે કે માર્ચથી લઈ ઓક્ટોબર વચ્ચે ત્રણ લાખથી વધારે લોકોએ ન્યૂયોર્ક શહેરને છોડી દીધું છે. આ વાત ત્યારે બહાર આવી જ્યારે ૨ લાખ ૯૫ હજાર ૧૦૩ લોકોએ પોતાનું પોસ્ટલ સર્વિસમાં એડ્રેસ બદલવા માટે અરજી કરી. આ આંકડો ૩ લાખથી ઘણો મોટો હોય શકે છે કારણ કે એ એડ્રેસ પર ઘણી વ્યક્તિ રહેતી હોય છે.

આટલી મોટી સંખ્યામાં લોકોના સ્થળાંતર પાછળનું કારણ કોરોના મહામારી ઉપરાંત તેના લીધે સર્જાયેલી આર્થિક કટોકટી, સ્કૂલો બંધ અને ક્રાઈમ વધવાનું છે.

હાલ અમેરિકામાં ૧ કરોડ ૧૨ લાખ ૨૯ હજાર ૫૫૪થી વધારે કોરોના સંક્રમણના કેસ નોંધાય છે અને ૨ લાખ ૫૧ હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકામાં સંક્રમણ ફરી વધ્યું છે રોજ દોઢ લાખથી વધારે પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૬૮.૯૧ લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. હાલ અહીં ૪૦ લાખ ૮૬ હજાર ૯૧૯ એક્ટિવ કેસ છે.

ન્યૂયોર્કની વાત કરીએ તો અહીં ગઈકાલે પાંચ હજારથી વધારે કેસ નોંધાયા હતા. અહીં અત્યાર સુધીમાં ૫ લાખ ૯૩ હજાર ૭૬૭ કેસ નોંધાયા છે અને ૩૩ હજાર ૯૭૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલ ન્યૂયોર્કમાં ૧.૩૦ લાખથી વધારે એક્ટિવ કેસ છે. અમેરિકામાં ટેક્સાસ અને કેલિફોર્નિયા સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here