નોર્થ કૈરોલિનાના લોકો બે વખત મતદાન કરીને ચૂંટણી સિસ્ટમની સિક્યોરિટીની તપાસ કરે

0
14
Share
Share

વૉશિંગ્ટન,તા.૩

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મેઈલ વોટિંગનો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત વિરોધ કરી રહ્યા છે. તેમણે આશ્ચર્યજનક સલાહ આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, નોર્થ કૈરોલિનાના લોકોએ બે વખત મતદાન કરીને ચૂંટણી સિસ્ટમની સિક્યોરિટીની તપાસ કરાવી જોઈએ. જોકે, અમેરિકાના રાષ્ટ્રપતિની આ સલાહ ગેરકાયદેસરની છે. પરંતુ, ટ્રમ્પનું કહેવું છે કે આનાથી મતદાન સિસ્ટમની યોગ્ય ચકાસણી કરી શકાશે.

મીડિયા સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે લોકોને બેલેટ પેપેરથી મતદાન અને ચૂંટણીના દિવસે સ્વયં જઈને મતદાન કરવા માટે પણ વાત કરી હતી. ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે, ” દાવો કરવામાં આવી રહ્યો છે કે આપણી સિસ્ટમ મજબૂત છે. જો આ સાચું છે તો લોકો બીજી વખત મતદાન નહિ કરી શકે. અને જો આ સિસ્ટમમાં કોઈ ખામી હશે તો લોકો બીજી વખત પણ મતદાન કરી શકશે.”

એક જ ચૂંટણીમાં બે વખત મતદાન કરવું તે ગેરકાયદેસર છે. પરંતુ, ટ્રમ્પની આ સલાહ સહયોગીઓ સાથે ચર્ચા બાદ સામે આવી છે. અમેરિકામાં કોરોણાની મહામારીને ધ્યાનમાં રાખીને બેલેટ પેપરથી મતદાન કરનારની સંખ્યા વધી રહી છે. ટ્રમ્પ આનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે મેઈલ-ઇન બેલેટ મતદાનમાં મોટા પ્રમાણમાં છેતરપિંડી થઈ શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here