નોકરી સાથે બિલ્કીશ બાનુંને ૫૦ લાખ ચૂકવ્યાઃ ગુજરાત સરકારનો સુપ્રિમમાં જવાબ

0
18
Ahmedabad: Gang-rape victim Bilkis Bano amd her husband Yakub Rasool get emotional during a press conference in Ahmedabad, on May 11, 2017. ​ Bano was 19 years old and pregnant when she was subjected to the horror during the 2002 Gujarat riots.​ ​​(Photo: IANS)
Share
Share

ન્યુ દિલ્હી/ગાંધીનગર,તા.૧૩

ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, તેમણે બિલ્કિશ બાનુને ૫૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવ્યું છે અને નોકરી પણ આપી છે.

જો કે બિલ્કીશ બાનું પોતાની અરજીમાં કહ્યું હતું કે, જ્યાં સુધી નોકરીનો સવાલ અને ઘર આપવાના સુપ્રીમ કોર્ટના આદેશનું રાજ્ય સરકાર દ્વારા પાલન કરવાનો સવાલ છે, તે તેનાથી તે અસંતુષ્ટ છે. જેના સંદર્ભે બિલ્કીશ બાનુએ સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી હતી. જેનો જવાબ આપતા સરકારે આ રજૂઆત કરી હતી.

ગુજરાત સરકાર તરફથી હાજર થયેલા સૉલિસીટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, આ અરજી ખોટી છે. મેહતાએ અરજીનો વિરોધ કરતાં શરૂઆતમાં જ કહ્યું હતું કે, રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર બિલ્કીશ બાનુને ૫૦ લાખ રૂપિયાનું વળતર અને નોકરી આપવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાના નામ પર માત્ર વાતો કરવાનું કામ કર્યું છે. બિલ્કીશ બાનોએ શોભા ગુપ્તા દ્વારા દાખલ કરેલી અરજીમાં કહ્યું છે કે, મકાનના નામ પર રાજ્ય સરકારે માત્ર ૫૦ વર્ગ મીટરની જગ્યા જ આપી છે. જ્યાં સુધી નોકરીની વાત છે તો, સરકારે સિંચાઈ વિભાગમાં કોન્ટ્રાક્ટના આધારે એક ખાસ યોજનામાં પટ્ટાવાળાની નોકરી આપવામાં આવી છે.

જો કે ચીફ જસ્ટિસ એસએ બોબડે અને જસ્ટિસ એસએ બોપન્ના અને વી રામાસુબ્રમણ્યમની પીઠે કહ્યું કે, તેઓ આ મામલે એક સપ્તાહ બાદ સુનાવણી કરશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here