ને..અંધારા ઓઢી જસદણ-રાજકોટના સેવાભાવીઓએ વૃદ્ધનુ ચક્ષુદાન સ્વીકાર્યું !

0
25
Share
Share

રવિવારની રાત્રીના ૧૨ વાગ્યે જસદણ પંથકના દેવધરી ગામના પ્રજાપતિ વૃદ્ધના ચક્ષુઓનું દાન સ્વીકારતી રાજકોટની કણસાગરા આઈ બેન્ક

રાજકોટ, તા. ૧૭

જસદણ પંથકના દેવધરી ગામના પ્રજાપતિ પરિવારજનોએ સદગત પિતાના ચક્ષુઓનું દાન કરીને બે જણાની અંધકારમય જિંદગીમાં રોશની રેડી છે. સૌથી વધુ અને સરાહના એ જોવા મળી કે, જસદણ અને રાજકોટ પંથકના સેવાભાવીઓએ કાળી રાત્રીના અંધારા ઉલેચીને દાદાના ચક્ષુ સ્વીકારવાની જટિલ સેવામાં પાછીપાની નહોતી કરી.

વિગતો મળી હતી કે જસદણ તાલુકાના દેવધરી ગામે રહેતા અને નિવૃત જીવન ગાળતા દયાળભાઈ ટુપુભાઈ મુલીયા નામના વૃદ્ધ તા.૧૬ની રાત્રીના અવસાન પામ્યા હતા. પિતાની હયાતીમાં અનન્ય સેવા કરનાર બે પુત્રો અને એક પુત્રીએ અંતે એવું નક્કી કર્યું કે પિતાશ્રી ચક્ષુઓ મારફતે આપણી વચ્ચે હયાત જ રહે.સંતાનોની આવી ચક્ષુદાનની તૈયારીઓને પહોંચી વળવા જસદણ સ્થિત નવ જાગૃતિ સેવા મંડળ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓએ દિવસ રાતનો વિચાર કર્યા વગર રાજકોટની ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના કાર્યવાહકોની જાણકારીને લઈને મારતે ઘોડે, રાત્રીના, અંધારા ઉલેચતા, ઉલેચતા  દેવધરી પહોંચ્યા અને ગણતરીના સમયમાંજ દયાળભાઈના બંને ચક્ષુ  રાજકોટની કણસાગરા આઈ બેન્કના સ્ટાફે સ્વીકારી ચક્ષુદાન પ્રક્રિયા આટોપી લીધી હતી.

સદ્દગતના ચક્ષુદાન સ્વીકારવા માટે  અને આ માટે સદ્દગતના પરિવારજનોને પ્રેરણા આપવા માટે મનસુખભાઇ તલસાણીયા, નીતિનભાઈ ઘાટલિયા, મિત્તલભાઈ ખેતાણી, ભાવનાબેન મંડલી, ડો.હેમલ કણસાગરા, ડો.ધર્મેશ શાહ, ડો.દિવ્યેશ વિરોજા, ડો.મકાણી, અનુપમભાઇ દોશી, નવજાગૃતિ સેવા મંડળ ટ્રસ્ટ, જસદણના તમે ટ્રસ્ટીઓ વિગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.  આ તકે મૂળિયાં પરિવારના ઉકાભાઇ તેમજ સંજયભાઇએ પિતાના ચક્ષુ સ્વીકારનાર અને બે ની જિંદગીમાં જળહળતી રોશની પાથરનાર ઉપરોક્ત તમામ તબીબો, સેવાભાવીઓનો પાડ માન્યો હતો

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here