નેહા કક્કરે સોશિયલ મિડિયાને અલવિદા કહ્યુ

0
20
Share
Share

મુંબઇ,તા.૨૩

સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ બાદ સોશિયલ મીડિયા પર ઘણાં સેલેબ્સ અને મોટી હસ્તીઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. ફેન્સ ઘણાં મોટા સ્ટાર્સ, પ્રોડક્શન હાઉસ, ડિરેક્ટર્સ સહિત સ્ટાર કિડ્‌સની પણ ટીકા કરી રહ્યાં છે અને તેમને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યાં છે. સલમાન ખાન, કરણ જોહર, એકતા કપૂર, આલિયા ભટ્ટ, સોનમ કપૂર સહિતના ઘણાં સ્ટાર્સને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે.

આ બધાંની વચ્ચે સોશિયલ મીડિયા પર ફેલાયેલી નેગેટિવિટીને કારણે બોલિવૂડ સેલેબ્સ પોતાને દૂર કરવા માંગે છે. થોડાં સમય પહેલાં જ સોનાક્ષી સિન્હા, સાકીબ સલીમ અને આયુષ શર્મા જેવા સ્ટાર્સે સોશિયલ મીડિયા પર વધી રહેલી નફરતને કારણે ટિ્‌વટરને અલવિદા કહી દીધું હતું અને હવે બોલિવૂડની સિંગિંગ ક્વીન કહેવાતી સિંગર નેહા કક્કરે પણ સોશિયલ મીડિયા છોડવાની જાહેરાત કરી છે.

નેહાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને લખ્યું છે કે, હું સૂવા જઈ રહી છું. પ્લીઝ મને જગાવી દેજો જ્યારે દુનિયા વધુ સારી થઈ જાય. જ્યારે દુનિયામાં આઝાદી, પ્રેમ, સન્માન, આનંદ, સ્વીકાર્ય, સારાં લોકો જોવા મળે ત્યારે મને જગાડજો. મારે નફરત, નેપોટિઝ્‌મ, ઈર્ષ્યા, હત્યા અને આત્મહત્યા, ખરાબ લોકોની દુનિયા જોવી નથી. ગુડ નાઈટ, ચિંતા ના કરતાં હું મરવા નથી જઈ રહી, બસ થોડા દિવસ માટે સોશિયલ મીડિયાથી વિરામ લઈ રહી છું.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here