નેહા કક્કરે લગ્ન પછી પહેલી દિવાળી દુબઈમાં મનાવી, કહ્યું- અમારી સૌથી ખાસ દિવાળી

0
28
Share
Share

દુબઈ,તા.૧૫

નેહા કક્કર તથા રોહન પ્રીત સિંહે લગ્ન બાદ પહેલી દિવાળી દુબઈમાં સેલિબ્રેટ કરશે. નેહા તથા રોહન અહીંયા હનીમૂન માટે આવ્યા છે. સિંગરે દિવાળી સેલિબ્રેશનની તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કર્યા છે. નેહાએ વીડિયો કેપ્શનમાં કહ્યું હતું, ’અત્યાર સુધીનો સૌથી સારો રૂપ વ્યૂ. આભાર એટલાન્ટિસ ધ પામ તથા તમામને હેપી દિવાળઈ. રોહન પ્રીત સિંહ લવ યુ.’ તો ફોટો પર લખ્યું હતું, ’અમારી પહેલી તથા સૌથી ખાસ દિવાળી સાથે. નેહા તથા રોહન પ્રીતના લગ્ન ૨૪ ઓક્ટોબરના રોજ દિલ્હીમાં થયા હતા.

લગ્નની વિધિઓ દિલ્હીની ફાઈવ સ્ટાર હોટલમાં થઈ હતી. સૌ પહેલા નેહા-રોહને આનંદ કારજ ગુરુદ્વારામાં કર્યું હતું અને પછી સાંજે હિંદુ વિધિથી લગ્ન કર્યા હતા. લગ્ન બાદ નેહા-રોહને બે રિસેપ્શન આપ્યા હતા, એક રોહન પ્રીતના ચંદીગઢમાં અને બીજું રિસ્પેશન મુંબઈમાં રાખવામાં આવ્યા હતા. લગ્નના ૧૫ દિવસ બાદ બંને હનીમૂન માટે દુબઈ ગયા હતા. નેહાની સિંગિંગ કરિયરની વાત કરીએ તો તેણે અનેક સુપરહિટ સોંગ્સ આપ્યા છે. તો રોહન પ્રીત પણ સિંગર છે. તેણે ’ઈન્ડિયાઝ રાઈઝિંદ સ્ટાર’માં ભાગ લીધો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here