નેહા કક્કડ અને રોહનપ્રિતની થઇ સગાઇ, બહાર આવ્યો ફંક્શનનો વીડીયો

0
30
Share
Share

મુંબઈ,તા.૨૧

બોલિવૂડ સિંગર નેહા કક્કડ પાસે તેના ફેન્સ માટે અત્યંત સારા સમાચાર છે. લગ્નના સમાચારો વચ્ચે આખરે નેહા રોહનપ્રિત સિંહ બની ગઈ છે. નેહાએ તેની સગાઇનો વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. નેહાની આ પહેલી લગ્નની વિધી છે. વીડિયોમાં નેહા અને રોહનપ્રિત સિંહ અત્યંત ખુશ દેખાઈ રહ્યા છે. સેલ્ફી ક્વીન નેહા કક્કડ અને તેના બોયફ્રેન્ડ સિંગર રોહનપ્રિત સિંહે પરિવારની હાજરીમાં સગાઈ કરી છે.

આ દરમિયાન બંને ઢોલ-નગારાની વચ્ચે એકસાથે ડાન્સ કરતા અત્યંત ખુશ જોવા મળી રહ્યા છે. નેહા દુલ્હનના કપડામાં અને  રોહનપ્રિત સુંદર શેરવાનીમાં જોવા મળી રહ્યા છે. બંનેના ચહેરા પર ખુશી સ્પષ્ટપણે જોઇ શકાય છે. નેહા કક્કડ અને રોહનપ્રિતનું ગીત ‘નેહુ દા વ્યાહ’ પણ આજે એટલે કે ૨૧મીએ રિલીઝ થવાનું છે.

તેની સગાઇનો વીડિયો શેર કરતી વખતે નેહાએ લખ્યું કે, ‘નેહુ દા વ્યાહ’ વીડિયો ટૂંક સમયમાં રિલીઝ થઈ રહ્યો છે. ત્યાં સુધી મારા ફેન્સ અને ‘નેહુપ્રીત’ના પ્રેમીઓ માટે એક નાનો ઉપહાર. આઈ લવ યુ રોહનપ્રીત અને પરિવારપ આભાર. મિસ્ટર અને મિસિસ કક્કર એટલે મમ્મી-પપ્પા આ સુંદર સમારોહ માટે તમારો ખૂબ ખૂબ આભાર.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here