નેશનલ યુથ ડેઃકંગનાએ કહ્યું – તમારાથી વધીને કોઈ વસ્તુ અને કોઈ ઈશ્વર નથી મારા ગુરુ

0
15
Share
Share

મુંબઈ,તા.૧૨

એક્ટ્રેસ કંગના રનૌતે સ્વામી વિવેકાનંદની આજે ૧૫૮મી બર્થ એનિવર્સરી પર તેમને યાદ કર્યા છે. સ્વામી વિવેકાનંદની જયંતિને ભારતમાં નેશનલ યુથ ડે તરીકે પણ મનાવવામાં આવે છે. આ બંને અવસરો પર કંગનાએ સ્વામી વિવેકાનંદને પોતાના ગુરુ જણાવતા સોશિયલ મીડિયા પર તેમની યાદમાં એક નોટ શેર કરી છે. નોટ સાથે તેણે સ્વામી વિવેકાનંદનો ફોટો પણ શેર કર્યો છે. કંગના રનૌતે નોટમાં લખ્યું, ’જ્યારે મેં ખુદને ખોઈ દીધી હતી, ત્યારે તમે શોધી. જ્યારે મને ખબર ન હતી ક્યાં જવાનું છે, તો તમે મારો હાથ પકડ્યો. જ્યારે હું દુનિયાથી ભ્રમિત થઇ અને કોઈ આશા ન રહી, ત્યારે તમે ઉદ્દેશ આપ્યો. તમારાથી વધુ કોઈ વસ્તુ કે કોઈ ઈશ્વર નથી, મારા ગુરુ. તમારો મારા પર અધિકાર છે,

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના હાલ મધ્યપ્રદેશના ભોપાલમાં ફિલ્મ ’ધાકડ’નું શૂટિંગ કરી રહી છે. ફિલ્મમાં કંગના સિવાય અર્જુન રામપાલ પણ લીડ રોલમાં છે. આ સ્પાય થ્રિલર ફિલ્મમાં કંગના ફિમેલ સ્પાયના રોલમાં છે. અર્જુન વિલનના રોલમાં છે જે દેહવ્યાપારના ધંધા સાથે સાથે હથિયારો અને ડ્રગ્સનું સ્મગલિંગ પણ કરે છે. આ પહેલાં કંગનાએ ’તેજસ’ના અમુક શેડ્યુઅલનું શૂટિંગ કર્યું છે. આ ફિલ્મમાં કંગના એરફોર્સ ઓફિસરના રોલમાં દેખાશે. કંગના તે અગાઉ જયલલિતાની બાયોપિક ’થલાઈવી’ના શૂટિંગમાં વ્યસ્ત હતી. તેનું શૂટિંગ પૂરું થઇ ગયું છે અને ટૂંક સમયમાં આ ફિલ્મ હિન્દી, તમિળ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here