નેલ પૉલિશના એક્ટર કૌલ અને તિવારી કોરોનાની ઝપેટમાં

0
28
Share
Share

અભિનેતા અર્જુન રામપાલનો રિપોર્ટ બાકી
ચાલુ શૂટિંગે કૌલ અને તિવારી કોરોના પોઝિટિવ નોંધાતા ફિલ્મ અટકાવાઈ, અર્જુન રામપાલ હોમ ક્વૉરન્ટાઈન થયા
મુંબઈ,તા.૨૫
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સ્ટાર્સના સતત કોરોના પોઝિટિવ થવાના સમાચાર આવી રહ્યા છે. તાજેતરમાં એક્ટર અર્જુન રામપાલે કામ પર પરત ફર્યા બાદ પોતાની ખુશી વ્યક્ત કરી હતી પણ હવે તેને ફરી એકવાર કામ રોકી દેવું પડ્યું છે. અસલમાં ફિલ્મ ’નેલ પૉલિશ’માં અર્જુન રામપાલના કો-સ્ટાર્સ માનવ કૌલ અને આનંદ તિવારી કોરોના પોઝિટિવ નોંધાયા છે. આના પછી શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે અને આખી ક્રૂ ટીમના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ અર્જુન રામપાલ હોમ ક્વૉરન્ટાઈન છે અને પોતાના રિપોર્ટની રાહ જોઈ રહ્યો છે. અર્જુન રામપાલે પોતાના ટ્‌વીટર પર લખ્યું, ’માનવ કૌલ અને આનંદ તિવારી નેલ પૉલિશના સેટ પર ગઈકાલે પોઝિટિવ નોંધાયા છે. પ્રોડક્શન શૂટિંગને તરત રોકી દીધું છે અને અત્યાર બધા આરામ કરી રહ્યા છે. હું પણ હોમ ક્વૉરન્ટાઈન છું અનો પોતાના રિપોર્ટની રાહ જોઈ રહ્યો છું. બધાથી અંતર બનાવીને રાખો. બધું જલ્દી બરાબર થઈ જશે. અર્જુન રામપાલે ઈન્સ્ટાગ્રામ પર પણ જાણકારી શેર કરતા લખ્યું, ’મારા કો-સ્ટાર્સ માનવ કૌલ અને આનંદ તિવારીનો ગઈકાલે સેટ પર કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો. શૂટિંગ તરત રોકી દેવામાં આવ્યું, જે બિલકુલ યોગ્ય હતું. અમે બધા આરામ કરી રહ્યા છીએ. આશા છે, શૂટિંગ જલ્દી શરૂ થશે. મુશ્કેલ સમય પણ બધાએ સાહસથી કામ કરવાનું છે. તેમને જલ્દી સ્વસ્થ થવા માટે શુભેચ્છાઓ. હું મારા રિઝલ્ટની રાહ જોઈ રહ્યો છું કારણ કે હું તેમની ઘણી નજીક હતો. આના પહેલા અર્જુન રામપાલે ઈન્સ્ટાગ્રામ પર પોતાની અને માનવ કૌલની એક તસવીર શેર કરીને લખ્યું હતું, ’કામ પર પરત ફરીને એટલું સારું લાગે છે. આની રાહ જુઓ, બહુ જબરદસ્ત છે. અમારા સ્વાસ્થ્ય માટે દુઆઓ કરો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here