નેપાળમાં ભૂકંપના આંચકાઃ બિહારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા

0
18
Share
Share

પટના/કાઠમાંડૂ,તા.૧૬

બિહારમાં આજે સવારે નેપાળ સરહદે આવેલા જિલ્લાઓમાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા. બિહારના સહરસા, પૂર્વ ચંપારણ, મુઝફ્ફરપુરમાં ધરા ધ્રુજી. સવારે ૫ઃ૦૪ વાગે ૫.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.

કાઠમંડૂ પાસે ૧૦ કિલોમીટર નીચે ભૂકંપનું કેન્દ્રબિન્દુ હતું. જો કે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ પોતાની એક ટ્‌વીટમાં કહ્યું કે પાલના સિંધુપલચોક જિલ્લામાં આજે સવારે ૫ઃ૧૯ વાગે ૬.૦ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. નેપાળના પૂર્વ ભાગમાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here