નેપાળની રાજનીતિમાં ચીની પ્રતિનિધિ મંડળની એન્ટ્રી

0
29
Share
Share

કાઠમંડુ,તા.૨૭
નેપાળની સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટી બે ભાગોમાં વિભાજીત થઇ ગઈ છે જેમાં એક ભાગ ઓલી સમર્થક છે તો બીજા ભાગમાં પ્રચંડ સમર્થક છે. આ વિભાજનથી નેપાળમાં તો રાજકીય સંકટ ઉભું થયું જ છે પરંતુ ચીન પણ નેપાળની કોમ્યુનિસ્ટ પાર્ટીમાં થયેલ વિભાજન બાદ સાકરીયા થઇ ગયું છે. નેપાળની રાજનીતિમાં પોતાની પક્કડ બનાવવા અને નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીમાં થયેલ વિભાજનની અસરને ઓછી કરવા માટે ચીને પોતાના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળને કાઠમંડુ મોકલી રહ્યું છે. ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના વિદેશ વિભાગના વરિષ્ટ વાઇસ મિનિસ્ટર ગુઓ યેઝોઉ ચાર સભ્યો વાળા પ્રતિનિધિ મંડળ સાથે કાઠમંડુ પહોંચી રહ્યા છે. તેમનો હેતુ નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીમાં થઇ ચૂકેલા વિભાજનને ફરી બદલવાનો પ્રયાસ કરવાનો છે.
નેપાળના પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલીદ્વારા સંસદ ભંગ કરવાના નિર્ણય બાદ ચીન દ્વારા બનાવવામાં આવેલ આ પાર્ટીમાં વિભાજન થઇ ગયું છે અને હવે ચૂંટણી આયોગના નિર્ણય બાદ વિભાજનની ઔપચારિકતા પણ પૂર્ણ કરવામાં આવશે. આ ચીન માટે કોઈ આંચકાથી ઓછું નથી. એક તો તેના દ્વારા બનાવવામાં આવેલ પાર્ટીનું વિભાજન થઇ ગયું છે અને નેપાળની સત્તા પર તેની પકડ પણ ઢીલી પડી રહી છે. આ સમગ્ર પ્રકરણમાં ઓલીને દોશી માનતા ચીનની આ રણનીતિ છે કે તેઓ ઓલીને સત્તા પર થી બેદખલ કરી દે અને પ્રચંડને પ્રધાનમંત્રી બનાવે. જેથી ઓલીના જૂથના સમર્થનમાં રહેલા નેતાઓ પ્રચંડ તરફી થઇ જાય અને ઓલી સાવ એકલા પડી જાય. ચીનના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત માટે પ્રચંડ, માધવ નેપાળ સહીત લગભગ ડઝનબંધ કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓ સાથે તેમની મુલાકાત થશે તે નક્કી છે.
આ રીતે ચીન માઓવાદી જૂથમાંથી ઉપરાષ્ટ્રપતિ બનેલ નન્દકિશોર પન, પ્રચંડ જૂથ માંથી સ્પીકર બનેલ અગ્નિ પ્રસાદ સાપકોટા, પૂર્વ સ્પીકર કૃષ્ણ બહાદુર મહરા અને સંસદ વિઘટનનો વિરોધ કરી ઓલી કેબિનેટ માંથી રાજીનામુ આપનાર સાત મંત્રીઓ સાથે પણ મુલાકાત થવાનું નક્કી માનવામાં આવે છે. ગત ૨૪ કલાકમાં, કાઠમંડુ ખાતે ચીની રાજદૂત હોઉં યાંકીએ પ્રચંડ સાથે ૩ વાર મુલાકાત કરી છે. કોઈપણ સંજોગોમાં સંસદ પુનઃસ્થાપિત કરવા માટે અને પ્રચંડને પ્રધાનમંત્રી બનાવવા માટે ધોડધામ કરી રહેલા યાંકીએ માધવ નેપાળ, ઝલનાથ ખનાલ, બમદેવ ગૌતમ સહીત અનેક નેતાઓ સાથે મુલાકાત કરી પોતાનો ઈરાદો જણાવી દીધો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here