નેપાળથી બિહાર લવાતુ ૨૦ કરોડનું ચરસ ઝડપાયું

0
15
Share
Share

પટણા,તા.૧૨

સીમા સુરશ્રા દળે નેપાળથી બિહાલ લાવવામાં આવી રહેલું રૂપિયા વીસ કરોડનો ચરસનો જથ્થો કબજે કર્યો હતો. પંદર કિલો જેટલા ચરસની બજારમાં વીસ કરોડ જેટલી કિંમત થવા જાય છે.

આ જથ્થા સાથે સિક્યોરિટીએ એક માફિયાને પણ ઝડપી લીધો હતો. જે વાહનમાં આ ચરસ લવાઇ રહ્યું હતું એ વાહન પણ જપ્ત કરવામાં આવ્યું હતું. સીમા સુરક્ષા દળના પ્રવક્તાએ કહ્યું કે બિહાર-નેપાળ બોર્ડર પર રક્સોલ નજીક ડ્રગની ખેપ આવવાની છે એવી બાતમી અમને મળી હતી. એટલે અમે તૈયાર હતા.

એસએસબીની ૩૭મી બટાલિયનના કમાન્ડર પ્રિયવર્ત શર્માએ કહ્યું હતું કે એનડીપીએસ એક્ટ ૧૯૮૫ હેઠળ કોઇ પણ નશીલા પદાર્થની હેરફેર ગેરકાયદે બની રહે છે. એવી હેરફેર કરનાર સજાપાત્ર ગુનો કરે છે. એને લઇને અમે સતર્ક હતા. એક પિકઅપ વાન સાથે અમે ડ્રગ માફિયાને ઝડપી લીધો હતો. હવે આ તપાસ અમે નાર્કોટિક્સ ક્ન્ટ્રોલ બ્યૂરોને સોંપી દેવાના છીએ. તેમણે એવી શક્યતા પણ વ્યક્ત કરી હતી કે બિહાર વિધાનસભાની ચૂંટણી પ્રસંગે મતદારોને રીઝવવા આ ડ્રગ આવી હોઇ શકે છે. કેટલાક ઉમેદવારો રોકડા પૈસા આપતા હોય છે અને કેટલાક ઉમેદવારો ડ્રગ કે શરાબ આપતા હોય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here