નેટફ્લિક્સે બે દિવસ સ્ટ્રીમ ફેસ્ટની જાહેરાત કરી, મફતમાં શો તથા મૂવી જોઈ શકાશે

0
26
Share
Share

મુંબઈ,તા.૨૦

કન્ટેન્ટ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ ભારતમાં બે દિવસ સ્ટ્રીમ ફેસ્ટ હોસ્ટ કરશે, જે હેઠળ પાંચ તથા છ ડિસેમ્બરના રોજ ઑડિયન્સ આ પ્લેટફોર્મ પર પોતાનું મનપસંદ કન્ટેન્ટ (વેબ શો, મૂવી) મફતમાં જોઈ શકશે. ખાસ વાત એ છે કે આ સુવિધા તે દર્શકોને પણ મળશે, જેમણે નેટફ્લિક્સ સબસ્ક્રાઇબ કરાવ્યું નથી. નેટફ્લિક્સ ઈન્ડિયાના વાઈસ પ્રેસિડન્ટ (કન્ટેન્ટ) મોનિકા શેરગિલે પોતાના બ્લોગમાં કહ્યું હતું, ’ભારતમાં કોઈ પણ બે દિવસ સુધી બ્લોકબસ્ટર મૂવી, મોટી સીરિઝ, અવોર્ડ વિનિંગ ડોક્યુમેન્ટ્રી તથા એન્ટરટેઇનિંગ રિયાલિટી શો જોઈ શકશે.

મોનિકાના મતે, પ્લેટફોર્મનું પ્રીમિયમ કન્ટેન્ટ પણ આ બે દિવસ સુધી મફતમાં મળશે. મોનિકાએ પોતાના બ્લોગમાં કહ્યું હતું, ’નેટફ્લિક્સના માધ્યમથી અમે ભારતના એન્ટરટેઇનમેન્ટ લવર્સ માટે વિશ્વભરની વધુમાં વધુ વાર્તાઓ લાવવા માગીએ છીએ. આથી જ અમે આ સ્ટ્રીમ ફેસ્ટ હોસ્ટ કરી રહ્યાં છીએ. પાંચ ડિસેમ્બરની રાત્રે ૧૨.૦૧થી ૬ ડિસેમ્બરની રાત્રે ૧૧.૫૯ સુધી નેટફ્લિક્સ બિલકુલ મફત છે.

કંપનીના મતે, જે લોકો નેટફ્લિક્સના સબસ્ક્રાઇબર નથી, તેઓ પોતાના ઈમેલ આઈડી કે મોબાઈલ નંબરથી સાઈન અપ કરી શકશે. આ માટે કોઈ પણ પ્રકારના ડેબિટ કે ક્રેડિટ કાર્ડની માહિતી આપવાની જરૂર પડશે નહીં. જોકે, ફેસ્ટિવલ દરમિયાન સાઈન અપ કરનાર યુઝર્સને માત્ર જીડ્ઢ (સ્ટાન્ડર્ડ ડેફિનેશન)માં કન્ટેન્ટ જોવા મળશે. આ ઉપરાંત નેટફ્લિક્સ ફ્રીમાં જોતા દર્શકોની સંખ્યા પણ સીમિત કરી શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here