નુસરત ભરૂચાનો રેડ ડ્રેસમાં ગ્લેમરસ અવતાર જોવા મળ્યો

0
21
Share
Share

નુસરત ભરૂચા સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોના કારણે ચર્ચામાં રહે છે, હવે તેણે લેટેસ્ટ ફોટો શેર કર્યા છે

મુંબઈ,તા.૧૬

બોલીવુડ અભિનેત્રી નુસરત ભરૂચા સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. હવે તેણે લેટેસ્ટ ફોટો શેર કર્યા છે. જેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. તસવીરમાં નુસરત ભરૂચા રેડ ડ્રેસમાં અત્યંત ખૂબસૂરત અને ગ્લેમરસ જોવા મળી રહી છે. નુસરતે આ ફોટોશૂટમાં પોતાનો શાનદાર અંદાજ બતાવ્યો. જેમાં તેણે પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે. જે તેના લુકને કોમ્પ્લીમેન્ટ આપી રહ્યા છે. નુસરત ભરૂચાએ પોતાની તસવીરને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. કેપ્શનમાં તેણે લખ્યું કે આ પ્રેમનું પહેલું અઠવાડિયું છે, આ અઠવાડિયાનો પ્રેમ છે. ૩૫ વર્ષની પ્યાર કા પંચનામા ફેમ અભિનેત્રી નુસરતના ફોટોને ૨ લાખથી વધારે લાઈક મળી ચૂકી છે. ફેન્સ કોમેન્ટ કરીને તેના મન ભરીને વખાણ કરી રહ્યા છે. નુસરતે પ્યાર કા પંચનામા અને પ્યાર કા પંચનામા-૨થી જબરદસ્ત પોપ્યુલારિટી મેળવી હતી. તેના પછી તેણે પાછળ વળીને જોયું નથી. સોનુ કે ટીટૂ કી સ્વીટી અને ડ્રીમ ગર્લ જેવી ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી ફેન્સનું દિલ જીતી ચૂકી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here