નીતીશના સ્થાને આરસીપી સિંહ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા

0
17
Share
Share

પટના,તા.૨૭

આરસીપી સિંહને જનતા દળ યૂનાઇટેડના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં નીતિશ કુમારે કહ્યુ કે, એક સાથે બે પદ સંભાળવા સરળ થઈ રહ્યાં નથી. બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂના રાષ્ટ્રીય અધ્યક્ષ, બંન્ને ભૂમિકા એક સાથે નિભાવવી સરળ નથી. નીતીશ કુમારે આરસીપી સિંહના નામનો પ્રસ્તાવ રાખ્યો અને પછી બાકી સભ્યોએ તેનું સમર્થન કર્યુ છે.  આરસીપી સિંહને નીતીશ કુમારના વિશ્વાસુ ગણવામાં આવે છે. બિહાર ચૂંટણી દરમિયાન પણ ઘણા વિષયોને લઈને નીતીશ કુમાર તેમની સાથે ચર્ચા કરતા હતા. નીતીશ ઘણીવાર પહેલા પણ આરસીપી સિંહને પાર્ટીનું નેતૃત્વ આપવાની વાત કહી ચુક્યા છે.  આપસીપી સિંહનું પૂરુ નામ રામચંદ્ર પ્રસાદ સિંહ છે. તેઓ બિહારથી રાજ્યસભા સાંસદ છે. નીતીશના જિલ્લા નાલંદાના રહેવાસી આરસીપી સિંહ પહેલા યૂપી કેડરમાં આઈએએસ ઓફિસર હતા અને નીતીશ સરકારમાં પ્રિન્સિપલ સેક્રેટરી રહી ચુક્યા છે.  ૬૨ વર્ષીય આરસીપી સિંહે વે અવધિયા કુર્મી જાતિમાંથી આવે છે. નીતીશના જિલ્લા નાલંદાના મુસ્તફાપુરના રહેવાસી છે. સિવિલ સર્વિસ દરમિયાન સિંહ સરકારમાં ઘણા મહત્વના પદ પર કામ કરી ચુક્યા છે.  તેમને નીતીશ કુમારના ખાસ માનવામાં આવે છે. બિહારમાં નીતીશ સરકારની સાથે તે પ્રિન્સિપલ સેક્રેટરીના રૂપમાં જોડાયા. પછી રાજનીતિમાં આવ્યા અને હવે જેડીયૂના રાષ્ટ્રીય અધ્યક્ષ બની ગયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here