નીતિશ સરકારે બજેટ રજૂ કર્યુંઃ ૨૦ લાખ રોજગાર ઉપબલ્ધ કરાવવાનો વાયદો

0
25
Share
Share

પટના,તા.૨૨

નીતિશ કુમાર સરકાર તરફથી આજે ૨૦૨૧-૨૨ માટે બિહારનું બજેટ રજૂ કરવામાં આવ્યું. ડેપ્યુટી સીએમ તારકિશોર પ્રસાદે પહેલીવાર નાણા મંત્રી તરીકે વિધાનસભામાં બજેટ રજૂ કર્યું. આ વખતે ૨,૧૮,૩૦૩ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં કુલ આવકનો અંદાજ ૨,૧૮,૫૭૦નો છે. તેજસ્વી યાદવના ચૂંટણી દરમિયાન ૧૦ લાખ નોકરીના વાયદા પર વળતો પ્રહાર કરતા બજેટ ભાષણમાં ૨૦ લાખ રોજગાર ઉપલબ્ધ કરાવવાનો વાયદો કર્યો છે. પોતાના બજેટ ભાષણની શરૂઆત તારકિશોર પ્રસાદે શાયરીથી કરી. તેમણે કહ્યું કે, કોરોનાના કારણે અર્થવ્યવસ્થા પર દબાવ વધ્યો.

બજેટમાં યુવાનોને લઇને અનેક મોટી જાહેરાત કરવામાં આવી. ઇન્ટર પાસ છોકરીઓને ૨૫ હજાર અને ગ્રેજ્યુએશન કરવા પર ૫૦ હજાર રૂપિયા આપવામાં આવશે. તારકિશોર પ્રસાદે બજેટ ભાષણમાં કહ્યું કે, ‘ઉનકો શિકવા હૈ કી મેરી ઉડાન કુછ કમ હૈ, મુજે યકીન હૈ કી મેરા આસમાન કુછ કમ હૈ. વાકિફ કહાં જમાના હમારી ઉડાન સે, વો ઓર થે જો હાર ગયે આસમાન સે. રખ હૌસલા વો મંજર ભી આયેગા, પ્યાસે કે પાસ ચલકર સમંદર ભી આયેગા. થક કર ના બેઠ એ મંજિલ કે મુસાફિર, મંજિલ ભી મિલેગી ઔર મિલને કા મજા ભી આયેગા.”

‘અવસર બઢે, આગે બઢે’ નિશ્ચિય અંતર્ગત ૨૩ જિલ્લાઓમાં ૧૨માં જીએનએમ સંસ્થા ખુલી છે અને બાકીમાં કામ ચાલી રહ્યું છે. ત્રણ નવી મેડિકલ કૉલેજના નિર્માણની પ્રક્રિયા ચાલી રહી છે. ૨૮ જિલ્લાઓમાં પારા મેડિકલ કૉલેજ ખોલવામાં આવવાની હતી, જેમાં ૧૨ ખુલી ચુકી છે. ૧૦માં અને ૧૨માં પાસ યુવકો માટે દીર્ઘકાલીન ટ્રેનિંગની વ્યવસ્થા હશે. બિહારમાં ગૌવંશ વિકાસ સંસ્થા માટે ૫૦૦ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. બિહારમાં મત્સ્ય વિભાગને ૫૦૦ કરોડની જાહેરાત કરવામાં આવી છે. માછલીનું ઉત્પાદન વધારીને બિહારથી બહાર મોકલવામાં આવશે. તમામ ગામમાં સોલર સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવશે.

નાણા મંત્રીએ બજેટ ભાષણ દરમિયાન કહ્યું કે, યુવાઓને સ્વાવલંબી બનાવવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. તેમને સ્કિલ્ડ કરવા માટે પણ દરેક જિલ્લામાં મેગા સ્કિલ સેન્ટર ખોલવામાં આવશે. રાજ્યના આઈટીઆઈ અને પોલિટેક્નિક સેન્ટરને આધુનિક બનાવવામાં આવશે. દરેક મંડળમાં ટૂલ રૂમ બનાવવામાં આવશે, દરેક વિભાગમાં ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના, ઉચ્ચસ્તરીય સેન્ટર ફૉર એક્સીલન્સ બનાવવામાં આવશે. શ્રમ સંસાધનમાં ૫૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here