નીચલા ગૃહમાં ટ્રમ્પની સામે મહાભિયોગ પર મતદાન થશે

0
18
Share
Share

યુએસમાં ૨૫માં બંધારણીય સંશોધન મુજબ સત્તાધારી રાષ્ટ્રપતિને પદ ઉપરથી હટાવવા માટેની જોગવાઈ છે

વોશિંગ્ટન, તા. ૧૩

અમેરિકાની સંસદમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ માટે મતદાન યોજાઈ શકે છે. ટ્રમ્પ વિરુદ્ધ બીજી વખત મહાભિયોગની કાર્યવાહી થવાનો ખતરો તોળાઈ રહ્યો છે. યુએસ સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝે ૨૨૩-૨૦૫ મતો દ્વારા પ્રસ્તાવને પસાર કરી ઉપ રાષ્ટ્રપતિ માઈક પેન્સ તેમજ કેબિનેટને ૨૫માં બંધારણીય સંશોધનનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે. જો કે વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેન્સે હાઉસના સ્પીકર નેન્સી પેલોસીને પત્ર લખીને જણાવ્યું હતું કે તેઓ ૨૫માં બંધારણ સંશોધનનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પદથી હટાવવા મંજૂરી નહીં આપે. જવાબમાં નેન્સી પેલોસીએ પણ જણાવ્યું છે કે તેઓ હાઉસની વિનંતીને સ્વીકારવા અથવા રદ કરવા ઉપરાષ્ટ્રપતિને ૨૪ કલાકની મુદત આપી રહ્યા છે. ૨૫માં બંધારણીય સંશોધન મુજબ સત્તાધારી રાષ્ટ્રપતિને પદ પરથી હટાવવાની જોગવાઈ છે. જો કે માઈક પેન્સ આ જોગવાઈનો ઉપયોગ કરીને ટ્રમ્પને સત્તા પરથી બરતરફ કરે તેવી સંભાવના ના બરાબર રહેલી છે. જેને પગલે હાઉસમાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહી માટે પણ તૈયારીઓ થઈ રહી છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં ટ્રમ્પ સામે મહાભિયોગની કાર્યવાહી કરવાનો પ્રસ્તાવ રજૂ થઈ ગયો છે અને તેના પર આજે બુધવારે રાત્રે (અમેરાકના સમય મુજબ સવારે નવ કલાકે, ભારતીય સમય મુજબ સાંજે ૭.૩૦ કલાકે) ચર્ચા બાદ મતદાન યોજાશે. ટ્રમ્પ વિરુદ્ધ બીજી વખત મહાભિયોગની કાર્યવાહી થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. નીચલા ગૃહમાં આ પ્રસ્તાવ પસાર થઈ જશે તો ત્યારબાદ તે યુએસ સંદના ઉપા ગૃહ સેનેટમાં મોકલવામાં આવશે. સેનેટની બેઠક ૧૯ જાન્યુઆરીથી મળશે. જો કે સેનેટમાં ડેમોક્રેટ પાર્ટી બહુમત ધરાવતી નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here