નિશિકાંતનુ નિધનથી ફટકો

0
30
Share
Share

નિશિકાંતનુ જવુ કેટલુ દુરભાગ્યપૂર્ણ સાબિત થશે
મુંબઇ મેરી જાન, ફોર્સ, દ્રશ્યમ,મદારી જેવી ફિલ્મ બનાવી
નિશિકાંત કામતના અવસાનથી ચાહકોમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ છે. નિશિકાંતનુ લિવર સિરોસીસ નામની બિમારીથી નિધન થયુ છે. નિશિકાંત કામતનુ જવુ કેટલુ ખતરનાક છે તે તમામ લોકો સારી રીતે સમજી શકે છે. તેમની કુશળતાનો અંદાજ તેમની પાંચ ફિલ્મ જોઇને લગાવી શકાયછે. બોલિવડના નિર્દેશક અભિનેતા નિશિકાંતની કુશળતા પણ તમામ ફિદા હતા. બોલિવુડને મદારી અને દ્રશ્યમ જેવી ફિલ્મ નિશિકાંતે આપી છે. નિશિાકાંત છેલ્લા કેટલાક દિવસથી સારવાર હેઠળ હતા. તેમને લિવર સિરોસિસની ગંભીર બિમારી હતી. તેમને બીજા ઇન્ફેક્શન પણ થઇ ગયા હતા. ૩૧મી જુલાઇના દિવસથી હોસ્પિટલમાં ભરતી હતા. નિશિકાંત માત્ર ૫૦ વર્ષના હતા. તેમની સારવાર અને દેખરેખ માટે સિનિયર તબીબોની એક ટીમ બનાવવામાં આવી હતી. તેઓ સારા નિર્દેશક જ ન હતા બલ્કે સારા સ્ટાઇલિસ્ટ અભિનેતા પણ હતા. તે જહોન અબ્રાહમની સાથે રોકી હેન્ડસમ નામની ફિલ્મમાં જહોન અબ્રાહમની સાથ કામ કરી ગયા હતા. આ ફિલ્મમાં તે વિલન તરીકે રહ્યા હતા. આ ઉપરાંત તે ભાવેશ જોશી જેવી ફિલ્મમાં પણ ચમક્યા હતા. વર્ષ ૨૦૦૪માં અભિનેતા તરીકે ડેબ્યુ કરવામાં સફળતા મેળવી હતી. વર્ષ ૨૦૦૪માં હવા આને દે નામની ફિલ્મથી તેઓ અભિનેતા મારફતે એન્ટ્રી કરી ગયા હતા. ત્યારબાદ તેઓ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં દેખાયા હતા. વર્ષ ૨૦૦૮માં નિર્દેશક તરીકે પ્રથમ ફિલ્મ મુંબઇ મેરી જાન બનાવી હતી. પોતાની ૧૬ વર્ષની ફિલ્મી કેરિયરમાં કામતે પાંચ હિન્દી ફિલ્મોન નિદેશન કર્યુ હતુ. આ પાંચેય ફિલ્મ રેકોર્ડ તોડ સફળતા મેળવી ગઇ ન હતી પરંતુ લોકોને ખુબ પસંદ પડી હતી. તેમના નિર્દેશન હેઠળની ફિલ્મોમાં ૨૦૦૮માં આવેલી મુંબઇ મેરી જાન, શાનદાર ફિલ્મ હતી. ફિલ્મમાં આર માધવન, સોહા અલી ખાન ઇરફાન ખાન પરેશ રાવલની ભૂમિકા હતી. ફોર્સ ૨૦૧૧ પણ હિટ ફિલ્મ હતી. જેમાં જોન અને જેનેલિયા હતી. વિદ્યુત જામવાલ વિલન તરીકે હતા. તેની દ્રશ્યમ પણ શાનદાર હતી. વર્ષ ૨૦૧૫માં નિશિકાંત કામતે અજય દેવગન, તબ્બુ સાથે ફિલ્મ દ્રશ્યમ બનાવી ત્યારે તમામ ચોંકી ગયા હતા. નિશિકાંતે રોકી હેન્ડસમ પણ બનાવી હતી. ફિલ્મમાં જહોનની સાથે શ્રુતિ હતી. વર્ષ ૨૦૧૬માં મદારી ફિલ્મ બનાવી હતી. મદારીમાં ઇરફાનની યાદગાર ભૂમિકા હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here