નિર્માલા સીતારમણના બજેટની હાઈલાઈટ્‌સ

0
28
Share
Share

૬૪૦૦૦ કરોડની  આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના………..

નવી દિલ્હી, તા. ૧

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમને સંસદ ભવમાં ૧૧ વાગ્યે બજેટ સ્પીચ વાંચવાની શરૂઆત કરી. બજેટમાં અપેક્ષા મુજબ આરોગ્ય પર વધુ ભાર આપવામાં આવ્યો છે. નાણાં મંત્રીએ આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની જાહેરાત કરી છે. આ યોજના પાછળ રૂ. ૬૪ હજાર કરોડથી વધુ ખર્ચ થશે તેમ બજેટ સ્પીચમાં સિતારમને જણાવ્યું છે.

બજેટની હાઈલાઈટ્‌સ

૫-૭.૫ લાખ સુધીની આવકવાળા લોકોને હવે ૧૦ ટકા ટેક્સ આપવો પડશે

૧૫માં નાણાં પંચની ભલામણો કેન્દ્રે સ્વીકારી, રાજ્યોને કરનો ૪૧ ટકા હિસ્સો મળશેઃ સિતારમન

૨૦૨૫-૨૬ સુધીમાં કેન્દ્ર સરકાર ફિસ્કલ ડેફિસિટ જીડીપીના ૪.૫ ટકા સુધી નીચે લાવવા પ્રતિબદ્ધ

નાણાકીય વર્ષ ૨૦૨૨માં કેન્દ્ર વધુ રૂ. ૧૨ લાખ કરોડનું ઋણ લેશે, અંદાજીત ખર્ચ રૂ. ૩૪.૮૩ લાખ કરોડ રહેશે

ચાલુ નાણાકીય વર્ષના બાકીના બે મહિનામાં કેન્દ્ર વધુ રૂ. ૮૦,૦૦૦ કરોડ મેળવશે

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ફિસ્કલ ડેફિસિટ જીડીપીના ૯.૫ ટકા રહેવાનો અંદાજ, આગામી વર્ષ માટે ફિસ્કલ ડેફિસિટ ૬.૮ ટકા રહેવાનું અનુમાન

કોવિડ ૧૯ મહામારીને પગલે કેન્દ્રની આવકને ફટકો પડ્યો, ખર્ચ વધ્યોઃ નાણાં મંત્રી

અર્ફોડેબલ હાઉસિંગ પરના વ્યાજમાં રાહત એક વર્ષ વધારાઈ

ફેસલેસ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન કમિટી બનાવશે

સિનયર સિટીઝન ૭૫ વર્ષ માટે તેની ઉપર હવે ઇન્મક ટેકસ રિટર્ન ફાઇલ કરવામાં મુક્તિ

આગામી વસતિ ગણતરી માટે રૂ. ૩,૭૨૬ કરોડની ફાળવણી કરાશે, સૌપ્રથમ ડિજિટલ વસતિ ગણતરી હાથ ધરાશે

બજેટમાં ખેડૂતોને લઇને મોટી જાહેરાત, પેદાશની પડતરની દોઢ ગણી એમએસપી મળશે

દેશમાં પાંચ મોટા ફિશિંગ હબ બનાવીશુ

એમએસએમઈ માટે રૂ.૧૫,૭૦૦ કરોડની જોગવાઈ

નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન માટે રૂ.૫૦,૦૦૦ કરોડનો ખર્ચ

ડિજીટલ પેમેન્ટ પર રૂ.૧૫૦૦ કરોડના ઇન્સેટીવ આપવામાં આવશે

ઈન્શ્યોરન્સમાં એફડીઆઈ મર્યાદા ૪૯% થી વધારીને ૭૪%

નીતિ આયોગને વધુ જાહેર સાહસોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ કરવા યાદી તૈયાર કરવાની જવાબદારી સોંપાશેઃ નાણાં મંત્રી

આગામી નાણાકીય વર્ષમાં ડિસઈન્વેસ્ટમેન્ટથી રૂ. ૧.૭૫ લાખ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક

એલઆઈસીનો આઈપીઓ આગામી નાણાકીય વર્ષમાં લાવવાની કેન્દ્રની યોજના

બીપીસીએલ, એર ઈન્ડિયા, શિપિંગ કોર્પ., કન્ટેઈનર કોર્પ સહિત અન્ય જાહેર એકમોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરાશે

લઘુ એકમોની વ્યાખ્યામાં ફેરફાર કરીને કેપિટલ બેઝ અગાઉના ૫૦ લાખથી વધારીને ૨ કરોડ કરાશે

રાજ્ય હસ્તકની બેન્કોમાં રૂ. ૨૦,૦૦૦ કરોડના ખર્ચે પુનઃમૂડીકરણ કરાશેઃ સિતારમન

પીપીએ મોડથી રૂ. ૨,૦૦૦ કરોડમાં સાત નવા પોર્ટ સ્થાપવામાં આવશે

વીજ ગ્રાહકને વિતરણ કંપની પસંદ કરવાનું માળખું રચવામાં આવશે

શહેરી વિસ્તારોમાં જાહેર પરિવહનને સુધારવા રૂ. ૧૮,૦૦૦ કરોડની જાહેરાત

ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં બ્રોડગેજ રેલવે ટ્રેકનું ૧૦૦ ટકા વિદ્યુતિકરણ કરાશે

મૂડી ખર્ચને પહોંચી વળવા રાજ્યો તેમજ સ્વાયત્ત સંસ્થાઓને રૂ. ૨ લાખ કરોડ પૂરા પાડવામાં આવશે

કેરળમાં રોડ, હાઈવે પ્રોજેક્ટ માટે રૂ. ૬૫,૦૦૦ કરોડ ફાળવાશે, આસામને રૂ. ૩,૪૦૦ કરોડ

ચાલુ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાનાર છે તેવા પશ્ચિમ બંગાળમાં રૂ. ૨૫,૦૦૦ કરોડના રોડ પ્રોજેક્ટની બજેટમાં જાહેરાત

માર્ચ ૨૦૨૨ સુધીમાં રોડ કનેક્ટિવિટીનું માળખું સુધારવા ૮,૫૦૦ કિ.મીના રોડ, હાઈવે પ્રોજેક્ટ્‌સ ફાળવવાની બજેટમાં જાહેરાત

નાણામંત્રીએ બજેટમાં આગામી નાણાકીય વર્ષ માટેનો મૂડી ખર્ચ વધારીને રૂ. ૫.૫૪ લાખ કરોડ કરવાની જાહેરાત કરી, અગાઉના વર્ષે બજેટમાં રૂ. ૪.૩૯ લાખ કરોડ ખર્ચનો અંદાજ હતો

બ્રાઉનફીલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્‌સ માટે નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન લોન્ચ કરાશે

રેલવે ડેડિકેટેડ ફ્રેઈડ કોરિડોર દ્વારા નાણાં એકત્ર કરી શકશેઃ નાણાં મંત્રી

રૂ. ૨૦,૦૦૦ કરોડના ખર્ચે સરકાર નાણાકીય સંસ્થાઓના વિકાસ માટેનું બિલ લાવશે

જૂના વાહનોને પરત ખેંચવા માટે વોલન્ટરી સક્રેપ યોજના,૨૦ વર્ષ જૂના પર્સનલ વાહનોને ફિટનેસ ટેસ્ટ કરાશે જ્યારે વ્યવસાયિક વાહનોનો ૧૫ વર્ષે થશે

પીએલઆઈ યોજના ઉપરાંત ટેક્ષટાઈલ પાર્કમાં મેગા રોકાણ યોજનાની જાહેરાત કરાઈ

રૂ. ૧.૯૭ લાખ કરોડના ખર્ચે ૫ વર્ષ માટે પીએલઆઈ સ્કીમની બજેટમાં જાહેરાત

કેન્દ્ર સરકાર કોવિડ વેક્સિનેશન માટે રૂ. ૩૫,૦૦૦ કરોડ ફાળવશે, વધુ ભંડોળ ઉપલબ્ધ કરાવવા સરકાર પ્રતિબદ્ધઃ સિતારમન

૧૫ હેલ્થ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર્સ શરૂ કરાશે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ૨૦ હજાર કરોડનો ખર્ચ કરાશે

ન્યૂટ્રીશિયન પર ભાર આપવામાં આવશે. મિશન પોષણ ૨.૦ શરૂ કરવામાં આવશે. વોટર સપ્લાય વધારવામાં આવશે

નિમોકોક્કલ વેક્સિનને દેશમાં શરૂ કરાશે. આનાથી ૫૦ હજાર બાળકોના દર વર્ષે જીવ બચાવી શકાશે

શહેરી વિસ્તારોમાં જળ-જીવન મિશન શરૂ કરવામાં આશે. શહેરી સ્વચ્છ ભારત મિશન પર ૧.૪૮ લાખ કરોડ ૫ વર્ષમાં ખર્ચ કરાશે

ટેક્સટાઈલ્સ ઈન્ડસ્ટ્રીમાં રોજગારને પ્રોત્સાહન આપવા માટે મેગા ટેક્સટાઈલ પાર્ક સ્કીમ લાવવામાં આવશે. તેમાં વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે. ૩ વર્ષમાં આ રીતના ૭ પાર્ક બનાવાશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here