નિર્ભયા કેસ : પવન જલ્લાદ ચાર દોષિતને ફાંસી આપશે

0
44
Share
Share

મેરઠ, તા. ૧૩
નિર્ભયા ગેંગરેપના આરોપીઓને ફાંસી આપવાની તૈયારીઓ ચાલી રહી છે. ટ્રાયલની પ્રક્રિયા પણ ચાલી રહી છે. ટ્રાયલની પ્રક્રિયાના ભાગરુપે ચારેય અપરાધીઓના વજન જેટલા જ પુતળાને લઇને ટ્રાયલ થઇ ચુક્યા છે. બીજી બાજુ એવી ચર્ચા છે કે, જલ્લાદની પસંદગી પણ થઇ ચુકી છે. યુપીના મેરઠ શહેરમાં સૌથી જુના વિસ્તારમાં રહેતા એક પરિવારને જલ્લાદીની વિરાસત મળેલી છે. આ પરિવારના પવન જલ્લાદ દ્વારા નિર્ભયા કેસના ચારેય અપરાધીઓને તિહાર જેલમાં ફાંસી આપવામાં આવશે. ચારેય દોષિતોને ૨૨મી જાન્યુઆરીના દિવસે સવારે સાત વાગે ફાંસી પર લટકાવવામાં આવશે. દેશમાં આ પરિવારને લોકો જલ્લાદના પરિવાર તરીકે ઓળખે છે. ૧૯૫૦-૬૦ના દશકમાં આ પરિવારની પ્રથમ પેઢીના વડા લક્ષ્મણે દેશમાં કોર્ટ દ્વારા સજા પામેલા અપરાધીઓને ફાંસી ઉપર લટકાવી દેવાનું કામ કરતા હતા. હવે લક્ષ્મણ જલ્લાદના પરપોતા એટલે કે લક્ષ્મણ ઉર્ફે જલ્લાદપુત્ર કાળુરામ જલ્લાદના પુત્ર પવન દ્વારા અપરાધીઓને ફાંસી આપવામાં આવનાર છે. પાંચ ફાંસીમાં દાદાની મદદ પણ કરવામાં આવી હતી. પવન જલ્લાદે આ પહેલા આશરે ૫ ફાંસી દરમિયાન દાદા કાળુરામ જલ્લાદની મદદ કરી હતી. એ ગાળા દરમિયાન ફાંસી લગાવવાને લઇને પવને નાની નાની ચીજો પોતાના દાદા પાસેથી શીખી હતી. પવન જલ્લાદે કહ્યું છે કે, તે નિર્ભયાના દોષિતોને ફાંસી આપવા માટે બિલકુલ તૈયાર છે. વિરાસતમાં તેમને આ કામ મળેલું છે. તેનું કહેવું છે કે, લાઇફની પ્રથમ વખત ફાંસીની સજા આપનાર તે જઇ રહ્યો છે જેમાં ચાર-ચાર અપરાધીઓને ફાંસીના ફંદા પર લટકાવવા માટે તે સંપૂર્ણપણે તૈયાર છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here