નિફ્ટી ફ્યુચર ૧૧૭૦૭ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

0
10
Share
Share

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૧૬.૦૯.૨૦૨૦ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે  BSE સેન્સેક્સ આગલા બંધ ૩૯૦૪૪.૩૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૯૧૬૧.૦૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૯૦૩૭.૯૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૨૧.૫૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૫૮.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૩૯૩૦૨.૮૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૫૨૭.૪૦ સામે ૧૧૫૧૮.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૫૧૧.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૫.૮૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૪.૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૬૧૧.૬૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

કોરોના વેક્સિન મામલે વૈશ્વિક પ્રગતિ છતાં આ વેક્સિનની સચોટતા વિશે હજુ અનિશ્ચિતતા કાયમ રહી હોવા સાથે દવાઓના સંશોધનમાં પણ પ્રગતિ છતાં વિશ્વભરમાં વધી રહેલા કેસો અને ફરી લોકડાઉનની પરિસ્થિતિ ઊભી થવા સામે વૈશ્વિક મોરચે ચાઈનાના આર્થિક રિકવરીની આંકડા સારા આવવા લાગતાં અને ચાઈનાના રીટેલ વેચાણના આંકડા ઓગસ્ટમાં આ વર્ષે પ્રથમ વખત વધીને આવતાં અને ઔદ્યોગિક ઉત્પાદન પણ વધતાં રિકવરી સાથે એશીયા, યુરોપના દેશોના બજારોમાં તેજી સાથે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. આગામી દિવસોમાં ભારતમાં ઉદ્યોગોને નવું સ્ટીમ્યુલસ પેકેજ જાહેર થવાની શકયતા વચ્ચે ફંડોએ આજે ફરી ફાર્માસ્યુટિકલ્સ, આઇટી અને રિયલ્ટી શેરોની સાથે ઓટો કંપનીઓના શેરોમાં મોટી તેજી કરી હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે માત્ર ટેલિકોમ, યુટિલિટીઝ, ઓઈલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં વેચાવલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ વધીને બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૩૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૩૫ અને વધનારની સંખ્યા ૧૩૯૯ રહી હતી, ૨૦૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૬૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, કોરોના રોગચાળાને ફેલાતો રોકવા માટે ભારતમાં માર્ચ માસના અંતથી કડક લોકડાઉન લગાવવામાં આવ્યું હતું જેનાથી આર્થિક પ્રવૃતીઓ ખરાબ રીતે પ્રભાવિત થતાં એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતીય અર્થતંત્રમાં ૯%ના ઘટાડાનું અનુમાન કર્યું છે. એડીબી તરફથી જાહેર કરાયેલ એશિયાઈ વિકાસ પરિદ્રશ્ય ૨૦૨૦ના અપડેટમાં નોંધાવ્યું છે કે ભારતમાં કોરોના વાયરસના કારણે આર્થિક પ્રવૃતીઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. જેની અસર ગ્રાહકોની માંગ ઉપર પણ પડી છે. જેનાથી ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીમાં ૯%નો ઘટાડો જોવા મળશે. આગામી નાણાકીય વર્ષ અને તેની આગળ અર્થવ્યવસ્થાની વૃદ્ધિ માટે રોગચાળા પર અંકુશના ઉપાય, ટેસ્ટિંગ, નિરિક્ષણ અને સારવારની ક્ષમતાનો વિસ્તાર મહત્વપૂર્ણ બની રહેશે. જો કે એડીબીનું અનુમાન છે કે અવરજવર અને વ્યાપારીક પ્રવૃતીઓ શરૂ થવાથી આગામી નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતીય અર્થવ્યવસ્થામાં મોટો ઉછાળો આવશે અને આર્થિક વૃદ્ધિ દર ૮% રહેશે.

તા.૧૭.૦૯.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

 

તા.૧૬.૦૯.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૬૧૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૧૧૭૦૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૫૮૮ પોઈન્ટ થી ૧૧૫૭૫ પોઈન્ટ, ૧૧૫૪૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૭૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

 

તા.૧૬.૦૯.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૨૬૪૬ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૨૯૦૯ પોઈન્ટના પ્રથમ અને ૨૩૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૫૭૭ પોઈન્ટ થી ૨૨૫૦૫ પોઈન્ટ, ૨૨૪૭૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૩૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

HDFC લિ. ( ૧૭૭૪ ) :- HDFC ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૮૮ થી રૂ.૧૭૯૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૦૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

બાટા ઈન્ડિયા ( ૧૩૩૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૧૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉર્ટીં!! રૂ.૧૩૦૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૫૩ થી રૂ.૧૩૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!

લુપિન લિ. ( ૧૦૨૫ ) :- રૂ.૧૦૦૩ નો પ્રથમ તેમજ રૂ.૯૯૩ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૩૭ થી રૂ.૧૦૪૪ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!

લાર્સન લિ. ( ૯૨૬ ) :- કન્સ્ટ્રકશન સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૩૪ થી રૂ.૯૪૦ ના ભાવની સંભાવના ધરાવે છર્ેીં!! અંદાજીત રૂ.૯૦૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

એક્સિસ બેન્ક ( ૪૪૬ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૩૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૫૪ થી રૂ.૪૬૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

ઇન્ડીગો ( ૧૩૧૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એરલાઇન્સ સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૩૩૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૦૩ થી રૂ.૧૨૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

માઈન્ડટ્રી લિ. ( ૧૨૬૪ ) :- રૂ.૧૨૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૯૪ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૧૨૫૦ થી રૂ.૧૨૩૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ઇન્ડસઇન્ડ બેન્ક ( ૬૨૦ ) : બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૬૩૬ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૬૦૮ થી રૂ.૬૦૩ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!

સન ફાર્મા ( ૫૨૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૦૮ થી રૂ.૪૯૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

ભારત પેટ્રો ( ૪૧૫ ) :- રૂ.૪૩૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૩૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૪૦૭ થી રૂ.૪૦૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૪૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here