નિફ્ટી ફ્યુચર ૧૧૬૦૬ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

0
8
Share
Share

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૧૫.૦૯.૨૦૨૦ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૮૭૫૬.૬૩ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૮૯૦૪.૬૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૮૭૫૩.૬૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૪૮.૫૭ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૮૭.૭૨ પોઈન્ટના ઉછાળા સાથે ૩૯૦૪૪.૩૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૪૫૧.૯૫ સામે ૧૧૪૭૨.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૪૫૧.૨૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૦.૩૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૨.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૫૩૪.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારની ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. મૂડી બજાર નિયામક તંત્ર સેબી દ્વારા ગત શુક્રવારે મ્યુચ્યુઅલ ફંડોના મલ્ટિ કેપ ફંડોમાં લાર્જ કેપમાં ૨૫%, મિડ કેપમાં ૨૫% અને સ્મોલ કેપમાં ૨૫% શેરરોકાણ પોર્ટફોલિયો રાખવાનું ફરજિયાત કર્યા બાદ આ મામલે મ્યુચ્યુઅલ ફંડોના આકરાં પ્રત્યાઘાત-અણગમાને લઈને નિર્ણયમાં ફેરફાર કરીને મ્યુચ્યુઅલ ફંડો આ માટે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ કરાવી યુનિટહોલ્ડરોની પસંદગી સાથે મલ્ટિકેપ સ્કિમોમાં તેમના પોર્ટફોલિયોના રીબેલેન્સિંગ, તેમજ યુનિટહોલ્ડરો દ્વારા અન્ય સ્કિમોમાં સ્વિચઓવર કરવાની પસંદગી અને લાર્જ કેપ સ્કિમ સાથે મલ્ટિ કેપ સ્કિમ મર્જ કરવા અથવા મલ્ટિ કેપ સ્કિમને અન્ય સ્કિમ કેટેગરીમાં જેમ કે લાર્જ કમ મલ્ટિ કેપ સ્કિમમાં કન્વર્ટ કરવાના વિકલ્પ માન્ય કરવામાં આવતાં આજે ભારતીય શેરબજારોમાં અપેક્ષિત તેજી જોવા મળી હતી. સ્થાનિક સ્તરે, અનુકૂળ ફુગાવાના ડેટા અને તેની નીચે રહેવાની અપેક્ષાએ સકારાત્મકતા અને ઓટોમોબાઈલ ક્ષેત્રે ઓગસ્ટમાં રીટેલ વેચાણમાં વૃદ્વિ સાથે હવે લોકડાઉન ખુલી જતાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલરની માંગ વધતાં અને ચોમાસું સારું રહેતાં કમર્શિયલ વાહનોની માંગ પણ વધવાના અંદાજોએ આજે ફંડોની ઓટો શેરોમાં તેજી રહેતા કારોબારના અંતમાં શેરબજારમાં ઉછાળા સાથે બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૪૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે માત્ર રિયલ્ટી શેરોમાં વેચાવલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ વધીને બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૧૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૬૬ અને વધનારની સંખ્યા ૧૫૮૦ રહી હતી, ૧૬૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, મલ્ટીકેપ ફંડો અંગેના સેબીના નવા નિયમનોના પગલે મુંબઈ શેરબજારના સ્મોલકેપ ઇન્ડેક્સમાં સોમવારે ઇન્ટ્રા ડે છેલ્લા પાંચ માસનો સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો. આ અગાઉ ગત તા.૭ એપ્રિલ ૨૦૨૦ના રોજ બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૪.૩%નો ઉછાળો નોંધાયો હતો. ગત સપ્તાહના અંતે માર્કેટ રેગ્યુલેટર સેબીએ મલ્ટીકેપ ફંડો માટે વિગતે પોર્ટફોલિયો માળખાની જાહેરાત કરી હતી. જે મુજબ આવી યોજનાઓમાં ફંડોએ લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપના ૨૫% પોર્ટફોલિયોમાં રાખવા જરૂરી રહેશે. આ નવા માળખાનું વર્તમાન યોજનાઓમાં જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં પાલન કરવાનું રહેશે. આ અહેવાલો પાછળ મુંબઈ શેરબજાર ખાતે આજે પણ કામકાજના પ્રારંભથી જ પસંદગીના સ્મોલકેપ શેરોમાં નવી લેવાલી હાથ ધરાતા કામકાજમાં પ્રારંભિક તબક્કામાં જ ઉછાળો જોવા મળ્યો હતો. આગામી સમયમાં પણ આ ક્ષેત્રના શેરોમાં આગેકૂચ જારી રહેશે. ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ સતત યથાવત્ છે. બન્ને દેશો વચ્ચે ગત સપ્તાહે વિદેશમંત્રી સ્તરની મંત્રણા છતાં ટૂંકા ગાળામાં અનિશ્ચિતતાને કારણે સરહદ પર સતત નજર રહેશે.

તા.૧૬.૦૯.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૫.૦૯.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ  @ ૧૧૫૩૪ પોઈન્ટ :-આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૧૧૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૫૭૫ પોઈન્ટ થી ૧૧૬૦૬ પોઈન્ટ, ૧૧૬૩૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૫.૦૯.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ   @ ૨૨૫૯૭ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૨૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૨૨૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૬૭૬ પોઈન્ટ થી ૨૨૭૩૭ પોઈન્ટ, ૨૨૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૨૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

કોટક બેન્ક ( ૧૩૩૦ ) :- કોટક મહિન્દ્ર ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૧૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૦૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૪૭ થી રૂ.૧૩૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૩૬૬ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

HDFC બેન્ક ( ૧૦૭૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૦૫૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉર્ટીં!! રૂ.૧૦૪૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૯૩ થી રૂ.૧૧૦૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!

લુપિન લિ. ( ૧૦૦૮ ) :- રૂ.૯૮૯ નો પ્રથમ તેમજ રૂ.૯૭૭ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૨૩ થી રૂ.૧૦૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!

ભારતી એરટેલ ( ૪૮૬ ) :- ટેલિકોમ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૯૭ થી રૂ.૫૦૭ ના ભાવની સંભાવના ધરાવે છર્ેીં!! અંદાજીત રૂ.૪૭૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

ટાટા કેમિકલ ( ૩૦૭ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૨૯૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કોમોડિટી કેમિકલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૧૪ થી રૂ.૩૨૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

મુથુત ફાઈનાન્સ ( ૧૧૩૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાઈનાન્સ સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૧૬૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૨૩ થી રૂ.૧૧૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

હેવેલ્સ ઈન્ડિયા ( ૬૬૯ ) :- રૂ.૬૮૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૯૬ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૬૫૩ થી રૂ.૬૪૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૦૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ઇન્ડસઇન્ડ બેન્ક ( ૬૪૦ ) : બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૬૫૬ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૬૩૩ થી રૂ.૬૨૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!

ટાટા સ્ટીલ ( ૪૦૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૪૨૨ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૩૯૬ થી રૂ.૩૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૪૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

કેડિલા હેલ્થકેર ( ૩૭૫ ) :- રૂ.૩૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૩૯૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૩૬૦ થી રૂ.૩૫૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૦૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here